કારની રેસ દરમિયાન થઈ બે કાર વચ્ચે ટક્કર, આ ટક્કર એવી થઈ કે ગાડી હવામાં ઉડવા લાગી, વિડીયો બનાવનાર યુવતી માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો
મિત્રો સોશિયલ મીડિયામાં રોજબરોજ નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં આપણને રોજ નવી નવી ઘટના અને અમુક એવી બાબત જોવા મળે છે જે આપણને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેને જોઇને જોનાર તમામ વ્યક્તિએ ચોકી જશે. તો ચાલો આ વિડીયો વિશે માહિતી મેળવીએ.
સોશિયલ મીડિયામાં રોજબરોજ એક્સીડેન્ટના વિડીયો વાયરલ થતા હોય છે જેમાં કોઈના કોઈ વ્યક્તિને નુકશાનતો થતું હોય છે, એવામાં આજે અમે સોશિયલ મીડિયા પર એક એવા વાયરલ વિડીયો વિશે જણાવા જઈ રહ્યા છીએ જેમાં કાર રેસ દરમિયાન એક ગંભીર અકસ્માત થાય છે જેમાં કારએ ઉડીને દર્શકો તરફ આવે છે.
આ વિડીયો બનાવનાર વ્યક્તિને ખુબ નસીબદાર માનવામાં આવી રહ્યો છે કારણ કે આ કાની ટક્કર પછી કાર ઉડીને સીધી આ વિડીયો બનાવનાર પાસે આવે છે પરંતુ સદનસીબે તે બચી ગયો હતો. જાણવામાં આવ્યું છે કે આ ઘટનાએ ઓસ્ટેલિયાના વિક્ટોરિયામાં થઈ રહી હતી જેમાં સ્પ્રિન્ટ રેસ દરમિયાન આ ઘટના થવા પામી હતી.
આ વિડીયોમાં આપણે સ્પષ્ટ પણે જોઈ જ શકીએ છીએ કે આ ઘટનામાં કાર એટલી બધી સ્પીડથી આવતી હોય છે કે તેના ર કાબુ કરવો ખુબ અઘરો થાય છે અને કારએ પોતાનું સંતુલન ગુમાવે છે અને ઉડીને લોખંડના ફેંસ સાથે ભટકાય છે. વિડીયો બનાવનાર યુવતીને લોકો ખુબ ખુશનસીબ માને છે કારણ કે આ કાર ઉડીને આ યુવતીની એટલી બધી નજીક આવે છે કે આ જોઇને કોઈ પણ વ્યક્તિનો જીવ ઉચ્ચે ચડી જશે.
સામન્ય વાત છે કે આવી ઘટના જોઇને આપણને લાગતું જ હશે કે આમાં કોઈ ના કોઈ વ્યક્તિને ઈજા થઈ જ હશે પણ આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની કે કોઈને ઈજા થઈ નથી. આ વાતએ સૌ કોઈને હેરાન કરી દે છે કારણ કે આવી મોટી ઘટનમાં કોઈ પ્રકારની જાનહાની ન થવી એ ખુબ મોટી વાત કેહવાય. આ કારનો ડ્રાઈવર પણ સુરક્ષિત હતો. આ ઘટના બન્યા પછી તરત જ આ રેસને રોકી દેવામાં આવી હતી.