મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ અને હિન્દી કલાકારો ને આખા વિશ્વમા લોકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો અને ખાસ કરીને કલાકારો દ્વારા સોશ્યલ મીડિયાનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્મી કલાકારો અહીં પોતાના ફેન્સ માટે અવાર નવાર અનેક ફોટા અને વિડીયો શેર કરતા રહે છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર સારાઅલિ ખાનના ફોટાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે વેકેશન પર ગયેલા જોવા મળે છે. આપણે અહીં આવા જ ફોટાઓ વિશે વાત કરવાની છે. કે જેને સારાએ પોતાના સોશ્યલ મીડિયા પર ઉપલોડ કર્યા છે.
મિત્રો જો વાત વાયરલ થતાં આ ફોટા વિશે કરીએ તો સારા તેના ભાઈ ઇબ્રાહિમ અને તેમના મિત્રો સાથે કાશ્મીર ગઈ છે. ફોટાઓ માં જોઈ શકાય છે કે સારા જાંબલી જેકેટ અને બ્લેઝ્ડ જીન્સમાં સ્ટાઇલિશ લાગી રહી છે. આ ઉપરાંત ઇબ્રાહિમ સફેદ શર્ટ, જેકેટ અને બ્લેક જીન્સમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
આ ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઉપલોડ કરવાની સાથે સારાઅલી ખાને ઘણું જ સુંદર લખાણ પણ લખ્યું છે જેમાં સારાએ લખ્યું કે – ‘ઘર એજ છે, કે જ્યાં ભાઈ છે.’ જો વાત ઇબ્રાહિમ વિશે કરીએ તો થોડા સમય પહેલા જ ઇબ્રાહિમ ચર્ચામાં હતો. કારણકે ઈબ્રાહિમને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સાથે જોવા મળ્યો હતો. આવા સમયે પલક તિવારીને મીડિયાથી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી. આ ફોટાઓ વાયરલ થયા બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇબ્રહિમ અને પલક બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જ્યારે વાત સારા અંગે કરીએ તો હાલમાં થોડા સમય પહેલા જ સારા ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળી હતી. કે જેમાં તેની સાથે ધનુષ અને અક્ષય કુમાર પણ હતા.