લગ્નની વિધિમા જ કન્યા ને થઈ પ્રસૂતિ પીડા અને આપ્યો બાળકી ને જન્મ જે બાદ વર અને તેના પરિવારે જાણો આખી ઘટના..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં માતા પિતા બનવાનું સુખ ઘણું ખુશીઓ આપનાર હોઈ છે. લગ્ન બાદ દરેક દંપતિ ની ઇચ્છા સારા માતા પિતા બનવાની હોય છે. દરેક માતા પિતા ઇચ્છે છે કે પોતાના સંતાનને સારું જીવન મળે. જો કે લગ્ન પહેલા માતા પિતા બનવાનો બનાવ સામે આવે તો? આપણા સમાજ માં આ બાબત ને સારી દ્રષ્ટિએ જોવામાં આવતી નથી.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે. દેશમાં લગ્નને લઈને અનેક વિધિઓ પણ હોઈ છે જોકે આપણા દેશમાં ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં લગ્નને લઈને ઘણી વિચિત્ર પ્રથાઓ છે. જેના વિશે આપણે કદાચ જાણતા પણ નહીં હોઈએ આપણે અહીં એક આવા જ લગ્નના અંગે વાત કરવાની છે કે જ્યાં એક યુવતિ પોતાના લગ્નમાં જ માતા બની તો શું છે. આ આખી ઘટના તેના વિશે માહિતી મેળવીએ.
જણાવી દઈએ કે આ ઘટના છત્તીસગઢ રાજ્યના કોંડાગાંવ જિલ્લાના બરારાજપુર માં આવેલા બાંસકોટ ની છે કે જ્યાં એક કન્યા ને પોતાની જ લગ્નની વિધિમા પ્રસૂતિ પીડા થઈ અને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા યુવતીએ બાળકી ને જન્મ આપ્યો છે. મિત્રો જો વાત આ લગ્ન અંગે કરીએ તો અહીં ચંદન નેતામ નામના યુવક ના લગ્ન ઓરિસ્સાના રહેવાસી શિવ બટ્ટી સાથે થઈ રહ્યા હતા. તેવામાં જ્યારે તેમની હલ્દી ની વિધિ શરૂ હતી ત્યારે શિવ બટ્ટી ને પેટમાં દુખાવો શરૂ થયો. જે બાદ તેમને હોસ્પીટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમણે બાળકી ને જન્મ આપ્યો.
જો વાત આ બનાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ વિસ્તાર માં રહેતા લોકોમાં લગ્નને લઈને એક રિવાજ છે કે જેને પૈઠુ પ્રથા કહેવાય છે. જેમાં કન્યા લગ્ન પહેલા જ પોતાની પસંદના છોકરાના ઘરે જાય છે અને ત્યાં રહેવા લાગે છે. જો કે આ બાબત ને લઈને કન્યા ના પરિવારના સભ્યોને પણ કોઈ વાંધો હોતો નથી ત્યારબાદ વર-કન્યા પક્ષના લોકો યોગ્ય સમય જોઈને બંને ના લગ્ન કરાવી દે છે. શહેર માં આપ્રથા ને લોકો લિવ ઇન રિલેશનશિપ તરીકે ઓળખે છે.
આજ પ્રાથના કારણે કન્યા શિવબત્તી માંડવી ઓડિશાના નવરંગપુર જિલ્લાના કિંદગીડીહીમાં ઓગસ્ટ 2021માં કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉજવવામાં આવી હતી. જે બાદ પરિવાર ના લોકો દ્વારા યોગ્ય સમય જોઈને તેમના લગ્ન કરવાનું નક્કી થયું. હાલમાં કન્યાએ બાળકી ને જન્મ આપ્યો છે જેના કારણે પરિવાર માં લગ્ન અને બાળકી ના જન્મને લઈને હરખ નો માહોલ છે.