પોતાના પ્રેમ માટે પતિએ કર્યું આંધળા થવાનું નાટક કારણ કે તેની પત્ની તેની સામે જ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી એ કુદરત ની સૌથી અનમોલ રચના છે. કુદરત દ્વારા વ્યક્તિને અનેક તાકાતો અને અનેક આવડત અને કળાઓ આપી છે. વ્યક્તિ પોતાની આવી જ કળા અને આવડત ના કારણે પોતાનું જીવન જીવે છે. અને અન્ય ને પણ મદદ કરે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી પર જો કોઈ બાબત સૌથી વધુ મહત્વ ધરાવતી હોઈ તો તે પ્રેમ છે.
કહેવાય છે કે પ્રેમ મોટા શત્રુને પણ ઝુકાવવાની તાકાત રાખે છે. પ્રેમના કારણે આપણા જીવન અને સંસાર નું અસ્તિત્વ છે. જો કે હાલના સમયમાં લોકો દ્વારા પ્રેમ શબ્દ ને ઘણો સંકુચિત કરી નાખવામાં આવ્યો છે. પ્રેમનો અર્થ ફક્ત યુવક યુવતીનો સંબંધ જ એવું માનવામાં આવે છે. પરંતુ આ બાબત સાચી નથી. પ્રેમ એ બે વ્યક્તિ વચ્ચે નહિ પરંતુ બે આત્મા વચ્ચે નો સંબંધ છે. પ્રેમ નિઃસ્વાર્થ છે. હાલમાં લોકો એક બીજાના રૂપ કે પૈસા ના કારણે પ્રેમ કરે છે.
તેમાં પણ હાલના આ ફિલ્મ સમયમાં લોકો પ્રેમને શારીરિક બાબત ગણી બેઠે છે. પરંતુ પ્રેમ શારીરિક નહિ પરંતુ આત્મીય બાબત છે. દરેક વ્યક્તિ માટે જીવનમાં પ્રેમ અને હૂંફ ઘણી જરૂરી છે. જો કે હાલના સમયમાં લોકો ને પ્રેમના સાચા અર્થની ખબર જ નથી, લોકો થોડા ક્ષણના આકર્ષણ ને પ્રેમ સમજી બેસે છે. પ્રેમનો સાચો અર્થ ત્યાગ છે. કે જે વ્યક્તિને આપણે પ્રેમ કરીએ છીએ તે વ્યક્તિ ભલે આપણી સાથે હોઈ કે ના હોઈ પરંતુ તે જ્યાં રહે ત્યાં સુરક્ષિત રહે ખુશ રહે આ ભાવના ને પ્રેમ કહે છે.
પરંતુ હાલના સમય માં લોકો પોતાના ખોટા પ્રેમ ખાતર જીવન ટૂંકાવવા સુધીના ગંભીર પગલાં પણ લઈલે છે. જો કે આપણે અહીં જે બનાવ વિશે વાત કરવાની છે તે એક સત્ય બનાવ છે. અને તેના વડે આપણે જાણશું કે સાચો પ્રેમ કોને કહેવાય. મિત્રો આ વાત બેંગ્લોર ની છે. કે જ્યાં ના એક ધનવાન યુવક કે જેનું નામ શિવમ છે તેમને એક ખેડૂત ની પુત્રી સાથે પ્રેમ થઇ ગયો હતો.
જે બાદ શિવમ આ યુવતી સામે તેના પ્રેમ ની વાત કહી જોકે યુવતીએ શિવમના પ્રેમ પ્રસ્તાવ માન્યો નહિ. જો કે શિવમ ની પ્રેમ આ યુવતી પ્રત્યે સાચો હતો. માટે તેણે યુવતી સાથે લગ્નના ઇરાદે શિવમ આ કન્યાના ઘરે ગયો અને યુવતીના માતા પિતા અને પરિવાર ને બધી વાત કરી જે બાદ શિવમ દ્વારા આ યુવતી અને તેમના પરિવાર ને લગ્ન માટે મનાવવામાં આવ્યા. જે બાદ શિવમ અને યુવતીના લગ્ન થયા.
તેઓ પોતાના લગ્ન જીવનમાં ઘણા સુખી હતા. જો કે તેવામાં લગ્નના થોડા સમય બાદ યુવતી એક રોગથી પીડાવા લાગી જેના કારણે દિન પ્રતિ દિન તેની સુંદરતા ઘટવા લાગી. આ બાબત ને લઈને કન્યા ચિંતા માં રહેતી હતી. કારણકે તેને લાગતું હતું કે શિવમ ફક્ત તેના રૂપથી જ પ્રેમ કરે છે. જેના કારણે રૂપ ખરાબ થઇ જતા શિવમ તેને છોડીને ચાલ્યો જશે તેવી ભીતિ કન્યા ને થઇ. જો કે આજ સમયગાળા માં શિવમ નું અકસ્માત થયું.
આ અકસ્માત ના કારણે તેની આખો ચાલી ગઈ. જેના કારણે કન્યા ને સંતોષ થયો કે હવે તેના રૂપને પતિ શિવમ જોઈ નહિ શકે. જે બાદ તે મુક્ત મને પતિની સેવા કરવા લાગી. જો કે એક સમય એવો પણ આવ્યો કે બીમારીના કારણે આ કન્યા નું મૃત્યુ થયું. જે બાદ શિવમ એકલો થઇ ગયો. અને તેણે પોતાનું ઘર અને શહેર છોડીને દૂર જવાનું નક્કી કર્યું જે બાદ આસપાસ ના લોકોએ કહ્યું કે તારી આવી અંધ સ્થિતિમાં તું કઈ રીતે જીવીશ જે બાદ શિવમે આખી વાત કહી અને જણાવ્યું કે તે ફક્ત પોતાની પત્નીને ખુશ રાખવા માટે આંધળા થાવનું નાટક કરતો હતો. વાસ્તવમાં તે ક્યારે પણ આંધળો થયો જ નહતો. આમ કન્યાને જે બાબત વિચારી રહી હતી કે શિવમ તેના રૂપ સાથે પ્રેમ કરે છે. આ બાબત શિવમે ખોટી સાબિત કરી અને પ્રેમની નવી મિશાલ લોકો સમક્ષ રજુ કરી.