Gujarat

લેડી ડોનના કાબૂમાં રાજકોટ ! ડ્રગ રૂપી સાપે યુવાનને ભરખ્યો જોકે પ્રસાશન….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આપણો દેશ તરક્કી કરી રહ્યો છે હાલમાં સમગ્ર વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે કે જે સૌથી ઝડપી આગળ વધી રહ્યો છે. આજે આખું વિશ્વ આપણા દેશ તરફ ઘણી ઉમીદથી જુએ છે. જોકે દેશના વિકાસ માં અને દેશને આગળ વધારવા માં જો કોઈનો મોટો ફાળો હોઈ તો તે યુવાન છે.

મિત્રો આપણે વિશ્વના સૌથી યુવાન દેશ છિએ. આપણી પાસે જેટલું માનસિક અને શારિરિક તાકાત છે તેટલી કદાચ જ કોઈ પાસે હશે માટે આપણે આપણા અને આપણા દેશના વિકાસ માટે આ તાકાતનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. પરંતુ હાલમાં અમુક એવા બનાવો સામે આવ્યા છે કે જ્યાં અમુક લોકો દેશના ભવિસ્ય એટલે કે દેશના યુવાનો ના જીવન સાથે ખેલવાડ કરતા માલુમ પડ્યા છે.

આપણે સૌ જાણીએ છિએ કે જીવન જીવવા માટે સારી આદતો હોવી જોઈએ. જોકે લોકોમાં સારી આદતો કરતા ખરાબ આદતો ઝડપથી ફેલાય છે. હાલમાં આવી જ પરિસ્થિતિ આપણા રાજકોટ ની છે કે જ્યાં માદક પદાર્થો ને લઈને ઘણા ચોકાવનાર બાબતો સામે આવી છે. હાલમાં રાજકોટ શહેર ડ્ર્ગ રૂપિ આ કાળ માં ફસાઈ ગયું હોઈ તેવું લાગે છે.

રાજ્યમાં જ્યાં એક તરફ દારૂ જેવા માદક પીણા પર પ્રતિબંધ છે તેવામાં હાલમાં અમુક વિસ્તારોમાં જેટલી સહેલાઈથી પાન-માવા વેચાય છે એટલી જ સહેલાઈથી પેડલરો ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યા છે. અને આ ક્ષેત્રમાં પણ એક મહિલા સૌથી આગળ છે કે જે દેશના ભવિસ્ય ને ખરાબ કરી રહી છે.

જણાવી દઈએ કે આ મહિલા નું નામ સુધા ધામેલિયા છે કે જે સૌપ્રથમ યુવાનોને ટાર્ગેટ કરીને નશાના બંધાણી કરે છે જે બાદ યુવાનો ને પેડલર બનવા પ્રયત્ન કરે છે હાલમાં સુધા ધામેલિયા રાજકોટ ના રૈયાધાર અને જંગલેશ્વરને નશાના કારોબારનું એપી સેન્ટર બનાવી દીધું છે.

નશા ના આ ખેલ નો ખુલાસો એક માતાએ કર્યો કે જેમનો ક્રિકેટર પુત્ર આવા જ માદક પદાર્થો ના સેવનમા ફસાઈ ગયો હતો. તેમની માતાએ સુધા ધામેલિયા ઉપરાંત અન્ય ડ્રગ પેડલર ના નામ અને નંબર પણ પોલીસને આપ્યા છે જેમાં સુધા ધામેલિયા ઉપરાંત મયૂર ખત્રી, કૌશિક રાણપરા, સમીર કાદરી, મયૂર ધામેલિયા, કરણ કક્કડ, આબિદ કામદાર અને જલાલનાં નો સમવેશ થાય છે.

થોડા સમય પહેલા જ સુધા પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી કે જેમાં એક્ યુવાનને ડ્રગ્સ વેચાણ માટે દબાણ કરવામાં આવતું હોવાથી યુવાને આત્મહત્યા કરી હતી આ બાબતમાં યુવકના પરિવારે સુધા પર આક્ષેપ કર્યો છે. જોકે જણાવી દઈએ કે થોડા સમય પહેલા પોલીસે સુધાને પકડી પાડી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તેને ગુજરાત હાઈકોર્ટમાંથી જમીન મળ્યા હતા. ત્યાર બાદ તેણે ફરી માદક પદાર્થનો ધંધો શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *