બૉલીવુડ ને લાગ્યો મોટો ઝટકો એક દિગ્ગજ અભિનેતા ના નિધનથી બોલીવુડમાં શોક અમિતાભ બચ્ચન…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય ફિલ્મોને પસંદ કરનારાઓ ની સંખ્યા આખા વિશ્વમાં છે. લોકો દ્વારા ભારતીય ફિલ્મોને પસંદ કરવામાં આવે છે તેમની પાછળ ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોની અથાક મહેનત છે કે જેના કારણે ફિલ્મ લોકોને મનોરંજન આપે છે. જો કે એક ફિલ્મ જોવામાં જેટલી સરળ લાગે છે તેને બનાવતા એટલી જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આમ તો ફિલ્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ ફિલ્મ માટે ખાસ હોઈ છે.
પરંતુ ફિલ્મની સફળતા અને નિષ્ફળતા નો સૌથી મોટો આધાર તેમના કલાકારો ઉપર રહેલો છે. આપણે એવા ઘણા કલાકારો વિશે જાણીએ છીએ કે જેમણે પોતાની મહેનત અને એક્ટીંગના કારણે ભારતીય ફિલ્મ જગત અને લોકોના દિલોમાં ખાસ ઓળખ બનાવી છે. આ પૈકી અમુક કલાકારો તો એવા પણ છે કે જેમણે દેશની અલગ અલગ ભાષાઓ માં પણ કામ કરેલ છે આવા કલાકારો પૈકી અમુક કલાકારો લોકોમાં પોતાની અમીટ છાપ છોડી જાય છે. અને લોકો તેમને યાદ કરતા રહે છે.
હાલમાં આપણે અહીં એક એવા જ દિગ્ગજ કલાકાર વિશે વાત કરવાની છે કે જેમના નિધન ના કારણે હાલમાં બોલીવુડમાં શોક નો માહોલ છે. આ અભિનેતા નું નામ રમેશ દેવ છે. જણાવી દઈએ કે દિગ્ગજ અભિનેતા રમેશ દેવ નું 93 વર્ષની ઉંમરે હાર્ટઅટેક ના કારણે અવશાન થયું છે. જો કે આપણે રમેશ દેવ વિશે જાણીએ છીએ તેમણે હિન્દી અને મરાઠીમાં અનેક ફિલ્મો કરી છે જે પૈકી લગભગ દરેક ફિલ્મ લોકોને ઘણી જ પસંદ આવી છે. જો વાત રમેશ દેવ ના અંગત જીવન વિશે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ 30 જાન્યુઆરી ના રોજ મહારાષ્ટ્ર ના કોલ્હાપુર માં થયો હતો. તેમણે પોતાના સમગ્ર જીવનમાં અનેક સુપર સ્ટાર જેવાકે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન વગેરે સાથે કામ કર્યું છે.
જણાવી દઈએ કે રમેશ દેવે આશરે 450 ફિલ્મો ઉપરાંત 250 એડવોર્ટિઝમેન્ટ કર્યા છે. તેઓ અભિનેતા સાથો સાથ પ્રોડ્યૂશર પણ હતા તેમને ઘણા સિરિયલ, ડોક્યુમેન્ટ્રીઝ અને ફીચર ફિલ્મ પ્રોડ્યૂશ કરી છે. જો વાત તેમના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે રમેશ દેવ ના પત્નીનું નામ સીમા દેવ છે જણાવી દઈએ કે સીમા પણ તેમના સમયમાં એક સફળ અભિનેત્રી હતા. સીમા અને રમેશ દેવ ના પ્રેમ લગ્ન થયા છે, જો વાત તેમના પ્રેમ પ્રસંગ અંગે કરીએ તો બંને કલાકરો વર્ષ 1962 માં આવેલી એક ફિલ્મ ” વરદક્ષિણી ” માં સાથે જોવા મળ્યા હતા જે બાદ તેમના વચ્ચે પ્રેમ પ્રસંગો વધતા બંનેએ લગ્ન કર્યા.
જો વાત રમેશ દેવ ના કરિયર વિશે કરીએ તો તેમણે હિન્દી ઉપરાંત મરાઠી ફિલ્મમાં અભિનય કર્યો છે. તેમની પહેલી મરાઠી ફિલ્મ ” પાતલાચી પોર ” હતી જયારે તેમની પહેલી હિન્દી ફિલ્મ ” આરતી ” હતી. જણાવી દઈએ કે તેમને 11 પુણે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2013 દ્વારા તેમના કાર્યને લઈને લાઈફ ટાઈમ અચીવમેંટ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જો વાત રમેશ દેવ ના સ્વભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ સ્વભાવે ઘણા પોઝિટિવ હતા તેઓ કહેતા કે પોતે 100 વર્ષ જીવવાના છે. પરંતુ હાલમાં તેઓ આપણી વચ્ચે નથી ભગવાન તેમની આત્માને શાંતિ આપે.