શું રશ્મિ દેશાઇ અને ઉંમર રિયાઝ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે ? મીડિયા સામેજ જાહેરમાં બંને…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં લોકોને ટેલીવિઝન દ્વારા ઘણા મોટા પ્રમાણમાં મનોરંજન પૂરું પાડવામાં આવે છે. તેવામાં અમુક શો લોકોના જીવનનો રોજ બ રોજ નો ભાગ બની ગયો હોઈ તેવું લાગે છે. લોકોને અમુક શો અને તેના કલાકારો ને જોવા અને તેમના વિશે માહિતી મેળવવી ગમે છે.
આપણે અહીં એવા જ એક શોમાં જોવા મળેલ બે કલાકારો વિસે વાત કરવાની છે કે જેમની ચર્ચા હાલમાં સોશ્યલ મીડિયા પર થઈ રહી છે. મિત્રો આપણે અહીં બિગ બોસ શો વિશે વાત કરવાની છે. આ એક રીયાલીટી શો છે કેજે કલર્સ ચેનલ પર આવે છે અને આ શો ને સલમાન ખાન હોસ્ટ કરે છે. જેમાં અમુક કલાકારો ને થોડા સમય માટે એક ઘરમાં રાખવામાં આવે છે અને તેમને વિવિધ ટાસ્ક આપવામાં આવે છે.
અને તે પૈકી એક વ્યક્તિને વિજેતા નક્કી કરવામાં આવે છે. જણાવી દઈએ કે હાલમાં જ શિલ્પા શેટ્ટી ની બહેના અને બોલીવુડ અભિનેત્રી તથા બિગ બોસ 15 ફેમ શમિતા શેટ્ટીએ પોતાનો 43મો જન્મદિવસ ની ઉજવી કરી હતી.
આ ખાસ દિવસ ને લઈને અનેક લોકો શમિતા શેટ્ટી ને જન્મ દિવસ ને વધુ સ્પેશલ બનાવવા આવ્યા હતા. જણાવી દઈએ કે શમિતા શેટ્ટી ની બર્થડે પાર્ટી માં બિગ બોસ 15 ના તમામ ભાગ લેનાર ને બોલાવ્વામા આવ્યા હતા. જો કે આવેલા તમામ મહેમાનો પૈકી બે લોકોએ તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હતું.
આ બંને મહેમાન રશ્મિ દેશાઇ અને ઉંમર રિયાઝ હતા આ જોડી ને લઈને બિગ બોસ દરમિયાન અનેક અટકળો કરવામાં આવતી હતી કે બંને લોકો એક બીજા ને પસંદ કરે છે જોકે આ બાબત ને લઈને રશ્મિ કે ઉંમરે કયારે પણ કોઈ માહિતી આપી નથી.
જોકે બર્થડે પાર્ટી માં આવેલા રશ્મિ દેશાઇ અને ઉંમર રિયાઝે મીડિયા સામે અનેક પોસ આપ્યા હતા. જો વાત આ સમયે રશ્મિ દેશાઇ ના લુક વિશે કરીએ તો રશ્મિ સફેદ ઓફ શોલ્ડર બોડી હગિંગ ડ્રેસ પહેરીને આવી હતી ઉપરાંત મિનિમલ મેકઅપ અને પિંક લિપસ્ટિક સાથો સાથ સોફ્ટ વાંકડિયા વાળ તેના દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યા હતા. હવે જો વાત ઉંમર રિયાઝ અંગે કરીએ તો તે શર્ટ અને જીન્સમાં દેખાયો હતો.