લગ્નની તૈયારીમાં લોકગાયિકા અલ્પાબેન પટેલ ! કરાવ્યું અનોખું પ્રિ-વેડિંગ ફોટો શૂટ આ તારીખે લગ્ન..જુઓ ફોટાઓ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કમુરતા પુરા થયા છે અને કમુરતા પુરા થતા ની સાથે જ ફરી એક વખત દરેક જગ્યાએ લગ્નનો સમયગાળો જોવા મળે છે. ઠેર ઠેર લગ્નના ગીતો ગવાઈ રહ્યા છે અને બધી જગ્યાએ શુભ વાતાવરણ ફેલાઈ ગયું હોઈ તેવું લાગે છે, તેવામાં લગ્નના આ પાવન સમયગાળા માં અનેક યુગલો એક બિજા સાથે જન્મો જન્મ સાથે રહેવાના વચનો લેશે ઉપરાંત પોતાના જીવનની નવી શરૂઆત પણ કરશે. પવિત્ર અગનની સાક્ષીએ અનેક લોકો એક થશે.
જો કે લગ્નનો આ સમયગાળો હવે ગુજરાતી ગાયક પર પણ જોવા મળે છે. જણાવી દઈએ કે હાલમાં ગુજરાતી સંગીતના ઘણા લોક પ્રિય ગાયિકા કે જેમણે પોતાના અવાજના કારણે લોકોના દિલમાં પોતાની આગવી ઓળખ બનાવી છે તેવા અલ્પા બેન પટેલ પણ લગ્નના આ સમયગાળા માં પોતાના જીવન સાથી સાથે લગ્નના બંધનમાં જોડાઈ જવાના છે. અને પ્રભુતામાં પગલાં માંડશે.
જણાવી દઈએ કે ગુજરાતી લોક ગાયિકા અલ્પા બેન ઉદય ગજેરા સાથે પોતાના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ અગાઉ 9 નવેમ્બર ના રોજ અલ્પા બહેને ઉદય ગજેરા સાથે સગાઇ અંગે માહિતી આપી અહીં આ બાબત અંગે જાણવાની સાથે જ ફેન્સમાં ઘણો હરખનો માહોલ હતો, લોકો ઘણા સમયથી અલ્પા બહેનના નવા જીવન સાથી વિશે જાણવા માંગતા હતા.
તેવામાં સગાઈની ખબર આવતા લોકોમાં ઘણો હરખ છે. અને લોકો અલ્પા બહેન અને ઉદય ગજેરા ના લગ્નને લઈને રાહ જોઈ રહ્યા છે. તો જણાવી દઈએ કે આગામી 17 ફેબ્રુઆરીના રોજ અલ્પા બહેન કાયમ માટે ઉદય ગજેરા ના થવા જઈ રહ્યા છે. આ માહિતી મળતા ફેન્સમાં ખુશીની લાગણી છે. જોકે હાલમાં અલ્પા બહેન લગ્નને લઈને તૈયારીઓમાં વ્યસ્ત છે. તેવામાં તેમનું અનોખું પ્રિ-વેડિઁગ સૂટ અંગેના ફોટાઓ પણ સામે આવ્યા છે.
જણાવી દઈએ કે હાલમાં સોશ્યલ મીડિયા પર અલ્પા બહેન અને ઉદય ગજેરા ના પ્રિ-વેડિઁગ ના ફોટાઓ ઘણા વાયરલ થઇ રહ્યા છે. તેવામાં સૌ કોઈ આ દંપતીને લગ્ન માટે અભિનંદન પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે પોતાના લગ્નના પ્રિ-વેડિઁગ ફોટો શૂટ ને ખાસ બનાવવા માટે અલ્પા બહેન અને ઉદય ગજેરા ઉદયપૂર ની અનેક સુંદર સ્થળોએ ગયા છે અને પોતાના લગ્ન પહેલા ફોટા અને વિડિઓગીત પણ બનાવ્યું છે.
આપણે સૌ જાણીએ છીએ કે અત્યાર સુધીમાં અલ્પા બહેને અનેક ગીત લખ્યા છે અને ગયા છે. તેવામાં હવે પોતાના પ્રસંગે પણ અલ્પા બહેન અને ઉદય ગજેરા એ ઘણું જ સુંદર ગીત લખ્યું છે, જણાવી દઈએ કે આ ગીત દરેક લોકોને પણ સાંભળવા મળશે. આ ગીતના ડાઈરેક્ટર પ્રણવ જેઠવા અને તેમની જેપી ફોટોગ્રાફર ની ટિમ છે. જો વાત મ્યુઝિક ડાઈરેક્ટર અંગે કરીએ તો તેમનું નામ હિમાંશુ ગઢવી અને હર્ષ પટેલ છે. જયારે રાકેશ દેસાઈ ના માથે આ ગીતને મિક્સિંગ કરવાનું કામ આવ્યું છે. તેવામાં આપણે સૌ અલ્પા બહેન પટેલ અને ઉદય ગજેરા ના નવા જીવનને લઈને અભિનંદન પાઠવીએ છીએ.