Sports

ટિમ ઇન્ડીયા નો ક્રિકેટ પીચ પર જલવો 39 વર્ષ બાદ સર્જાયો ઇતિહાસ ! રોહિતે બનાવ્યો નવો રેકોર્ડ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત ગમત માં આપણા દેશના લોકોની પહેલી પસંદ ક્રિકેટ છે. લોકોને ક્રિકેટ ને રમવી પણ ગમે છે. દેશવાશી ઓ માટે ક્રિકેટ એક રમત કરતા પણ વિશેસ એક ભાવના બની ગઈ છે. જે દરેક લોકોના મનમાં જોવા મળે છે. દેશમાં ક્રિકેટ અને ક્રિકેટના ખેલાડીઓ ને ઘણું જ માન સન્માન આપવામાં આવે છે. અને લોકો તમામ ખેલાડીઓ ને પણ ઘણો પ્રેમ આપે છે.

જો કે આપણા દેશના ખેલાડીઓ પણ લોકોની ઉમીદો પુરી કરવા માટે ઘણી મહેનત કરે છે. અને ટિમ ઇંડિયાને સફળતાની ઉંચી શિખરો સુધી પહોંચાડવા માટે પણ ઘણી મહેનત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ક્રિકેટ અનેક ફોર્મેટ માં રમાય છે. જે દરેકમાં ટિમ ઇન્ડીયાનું પ્રદર્શન ઘણું સારું થયું છે. તેવામાં હાલમાં જ ટિમ ઈંડિયાએ આશરે 39 વર્ષ બાદ એક સફળતા મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. તો ચાલો આપણે આ તમામ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વનડે મેચ ચાલી રહી છે જણાવી દઈએ કે આજ વખતે ભારતીય ટિમ દ્વારા ઇનિંગની ત્રણેક મેચ જીતીને નવો ઇતિહાસ બનાવ્યો છે. જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વખત 1983 માં વનડે સિરીઝ રમાણી હતી અને ત્યારથી અત્યાર સુધી રમાયેલ 21 odi માં આજ વખતે પ્રથમ વખત રોહિત શર્માની ની કપ્તાની માં ભારતે વેસ્ટ ઇન્ડિઝ ને ત્રણેય મેચમાં હરાવીને વાઈટ વૉશ કર્યું છે.

જો વાત આ મેચ ની અમુક બાબતો અંગે કરીએ તો અય્યર ના આઉટ થયા બાદ 51 બોલમાં 53 રન માટે દિપક ચહર અને વોશિંગટન ને પાર્ટનરશીપ કરી હતી. જેમાં 38 રન માટે ચહરે 4 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા. જો કે ત્રીજી વનડેમાં શરૂઆત માં ભારત નું પ્રદર્શન નબળું રહ્યું અને માત્ર 50 રનમાં ત્રણ ખેલાડીઓ આઉટ થઇ ગયા હતા. જે બાદ અય્યર અને પંતે પાર્ટનરશીપ કરીને 110 રન 124 બોલમાં કર્યા હતા. જે બાદ રિષભ પંત 152 રને આઉટ થયો.

જણાવી દઈએ કે બીજી વનડેમાં પણ ટીમના ટોપ 3 બલ્લેબાજ કોઈ ખાસ જાદુ બતાવી શક્યા ન હતા અને તેમાં પામ માત્ર 50 રનમાં ટીમને ત્રણ વિકેટ નો સામનો કરવો પડ્યો. અહીં ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ બેટિંગ નો નિર્ણય લીધો હતો અને શિખર ધવન સાથે ઓપનિંગ કર્યું હતું, આ ઇનિંગમાં રોહિત માત્ર 13 રન જ કરી શક્યા જયારે વિરાટ કોહલી 0 રન સાથે પરત ફર્યા.

જો કે જણાવી દઈએ કે આ મેચની ખાસ વાત એ થઇ કે તેમાં રોહિત શર્માએ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જણાવી દઈએ કે તેમણે સચિન તેંડુલકર નો રેકોર્ડ તોડીને અમદાવાદ ના નરેદ્રમોદી સ્ટેડિયમ માં સૌથી વધુ વનડે રન કરનાર ત્રીજા ખેલાડી બની ગયા છે, અને તેમની આગળ ક્રિશ ગેલ 316 રન અને રાહુલ દ્રવિડ 342 રન સાથે આગળ છે. જણાવી દઈએ કે ત્રીજી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ ને 265 રનનો લક્ષાંક આપ્યો હતો જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ ની ટિમ 37.1 ઓવરમાં 169 રન કરી શકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *