ફટકડી આટલી હદે ઉપયોગી ?? તમે ક્યારે વિચાર્યું પણ નહી હોય એક વાર અજમાવી જુવો
આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.ફટકડીનો ઉપયોગ સદીઓથી નાની-મોટી સમસ્યાઓમાં થતો આવ્યો છે. પરંતુ આયુર્વેદિક ગુણોથી ભરપૂર ફટકડી સ્કિન પ્રોબ્લેમ્સ દૂર કરવામાં પણ ઘણી જ ફાયદાકારક છે. તમે ખીલ-ખાડાં દૂર કરવાથી લઈને ચહેરા ઢીલી પડી ગયેલી સ્કિનને ટાઈટ કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરી શકો છો. સાથે આ દિવસોમાં સફેદ વાળની સમસ્યા યુવાનોમાં વધુ જોવા મળી છે. તણાવ અથવા ખોટા આહાર લેવા, વિવિધ પ્રકારનાં ઉત્પાદનો લાગુ કરવાને કારણે વાળ એકદમ ઝડપથી સફેદ થવા લાગે છે. આજકાલ બજારમાં આવા ઘણા તેલ અને શેમ્પૂ ઉપલબ્ધ છે, જેનો દાવો છે કે થોડા દિવસોમાં સફેદ વાળ કાળા થઈ જશે. પરંતુ તે કાં તો ખૂબ મોંઘા અથવા સંપૂર્ણપણે બિનઅસરકારક છે. તો આજે અમે તમને આવી જ એક ઉપાય જણાવીશું, જેની મદદથી તમે થોડા અઠવાડિયામાં તમારા વાળ કાળા કરી શકશો.
ફટકડીમાં મળતું કેમિકલ કમ્પાઉન્ડ ઘણા રંગો અને વાળના રંગોમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, તમે સરળતાથી કરિયાણાની દુકાનમાંથી ફટકડી ખરીદી શકો છો. જો તમારા વાળ અકાળે સફેદ થવા લાગ્યા છે, તો તમે ફટકડીની મદદથી તેને કાળા કરી શકો છો. આ માટે તમારે ખૂબ સસ્તી ટીપ્સ અજમાવવી પડશે. ચાલો જાણીએ કે તે શું છે…
સામગ્ર.1 ચમચી પીસેલી ફટકડી3 ચમચી – આંબળાનું તેલ2 વિટામિન – ઇ કેપ્સ્યુલ
બનાવવાની અને લગાવવાની રી આ ત્રણેય વસ્તુને એક કાચના બાઉલમાં મિક્સ કરો. ધ્યાનમાં રાખો કે ફટકડી તેલથી સારી રીતે ઓગળી જાય છે. પછી તમારા વાળને કાંસકોથી બ્રશ કરો અને વાળને જુદા જુદા ભાગોમાં વહેંચો. તેલને રૂ વડે વાળના મૂળમાં લગાવો. ત્યારબાદ લગભગ 5 થી 10 મિનિટ સુધી તમારા માથાને હળવા હાથે માલિશ કરો, જેથી તેલ તમારા સફેદ વાળના મૂળમાં આરામથી પહોંચી શકે. પછી 30 મિનિટ પછી તમારા વાળને માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લો.મોઢુ ધોવામાં સાદા પાણીની જગ્યાએ ફટકડીવાળા પાણીનો ઉપયોગ કરો. આ સ્કિનમાં રહેલી ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી સ્કિન ડિટોક્સ પણ થાય છે. જેનાથી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.
ફાઈન લાઈન્સ માટે રામબાણ આજકાલ મોટી ઉંમરમાં જ નહીં પરંતુ નાની ઉંમરમાં પણ ઘણાં લોકોના ચહેરા પર એજિંગ સાઈન્સ દેખાવા લાગ્યા છે. ફાઈન લાઈન્સ દેખાવા લાગી છે. એવામાં ફટકડીને બારીક પીસીને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરવાથી ફાઈન લાઈન્સ અને ડાર્ક સર્કલ દૂર થાય છે. સપ્તાહમાં 2-3વાર આ ઉપાય કરો.
ઢીલી થયેલી સ્કિન થશએ ટાઈટ ખોટી લાઈફસ્ટાઈલ અને ખરાબ ડાયટની અસર પણ ત્વચા પર જોવા મળે છે. જેના કારણે સ્કિન તેની ઈલાસ્ટિસિટી ગુમાવી દે છે અને ઢીલી થવા લાગે છે. આવી સ્કિનને ટાઈટ કરવા માટે 1 ચમચી ગુલાબજળમાં ફટકડી મિક્સ કરીને ચહેરા પર રોજ લગાવો. તેનાથી સ્કિન ઝડપથી ટાઈટ થશે. પોર્સને ક્લિન રાખે છેધૂળ-માટી અને પ્રદૂષણને કારણે જો તમારા પોર્સમાં ગંદકી જમા થઈ જાય અને તે બંધ થઈ જાય તો તેના કારણે પણ પિંપલ્સ, ઓઈલી સ્કિન જેવી સમસ્યાઓ થવા લાગે છે. જેનાથી બચવા માટે જેતૂનના તેલમાં ફટકડી મિક્સ કરીને ચહેરા પર લગવો. તેનાથી ડેડ સ્કિન અને પોર્સમાં જમા ગંદકી પણ દૂર થઈ જશે. નહાવાના પાણીમાં કરી ઉપયોગઆખા શરીરની સ્કિનને હેલ્ધી રાખવા માટે નહાવાના પાણીમાં છોડી ફટકડી નાખી દો. પછી એ પાણીથી સ્નાન કરો. તેનાથી તમારા શરીરની સ્કિન હેલ્ધી રહેશે.
ફટકડીમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે. મેગ્નેશિયમ હ્યૂમન સેલ્સનો મહત્વપૂર્ણ ભાગ છે. જે બોડીમાં 300થી પણ વધારે એન્જાઈમ્સને રેગ્યૂલેટ કરી આપણને હેલ્ધી રાખે છે.સલ્ફેટ બ્રેન ટિશ્યૂઝ બનાવવામાં મદદ કરે છે અને બોડીમાં ન્યૂટ્રિઅન્ટ્સ એબ્સોર્બશન વધારે છે. આ બોડી ટોક્સિન્સ નીકાળે છે.ફટકડીનું રાસાયણિક નામ પોટૅશિયમ ઍલ્યુમિનિયમ સલ્ફેટ છે.
સામાન્ય રીતે આ સફેદ ટુકડાનો ઉપયોગ આપણે બાળકોની નજર ઉતારવા માટે અથવા દાઢી પત્યા પછી દાઢી પર ઘસવાના કામમાં જ ઉપયોગ કર્યે છીએ. પણ ખરેખર તો ફટકડી ખૂબ જ ઉપયોગી વસ્તું છે. ફટકડી વૉટર-પ્યૉરિફાયર, ઍન્ટિ-બાયોટિક, ઍન્ટિ-ફંગલ, ઍન્ટિ-પર્સ્પિરન્ટ અને ઍન્ટિ-સેપ્ટિક તરીકે પણ કામ આપે છે.ફટકડીના આરોગ્ય વિષયક ફાયદા ઘણા બધા છે. આયુર્વેદમાં તેના ઘણા ફાયદા અને ઉપયોગ દર્શાવવામાં આવ્યા છે. જેવા કે, ઘા પડવો, ઇજા થવી, ચામડીનું બળી જવું, દાંતનો દુખાવો વગેરે માટે ફટકડી ઘરમાં હાથવગી જ રાખવી જોઈએ. ચાલો જાણીએ કઈ સમસ્યામાં કઈ રીતે ફટકડીનો ઉપયોગ કરવો.
મોંઢાની સ્વચ્છતા માટ ગળું બેસી ગયું હોય, મોંમાં બૅક્ટેરિયા વધી જવાને કારણે વાસ આવતી હોય, ગળામાં ખિચ-ખિચ હોય, ગળામાં વારંવાર કાકડા થતા હોય ત્યારે ગરમ પાણીમાં ચપટીક ફટકડી અને એક ચમચી હળદર મેળવીને એના કોગળા કરવાથી ઘણો ફાયદો થાય છે. ફટકડીનાં પાણીથી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો દૂર થાય છે.
ફટકડીનો બ્યુટી પ્રોડક્ટ તરીકે ઉપયોગ ફટકડી સસ્તી બ્યુટી-પ્રોડક્ટની ગરજ સારે છે. દોઢથી બે ગ્લાસ ગરમ પાણીમાં બે ચપટી ફટકડીનો પાઉડર નાખીને ઉકાળવું. આ પાણી ઠારીને સહેજ હૂંફાળું હોય ત્યારે એનાથી ચહેરો સાફ કરવામાં આવે તો ત્વચાની ઉપરની અશુદ્ધિઓ દૂર થાય છે, કરચલીઓ ઓછી થઈને ત્વચા ટાઇટ થાય છે, વર્ણ ખીલે છે અને ખીલ-ફોલ્લી જેવું વારંવાર થતું હોય તો એ પણ મટે છે. શેવિંગ પછી જેમ ફટકડી લગાવવામાં આવે છે એમ વૅક્સ કરાવ્યા પછી ત્વચા પર ફટકડી ફેરવવાથી ત્વચા સારી થાય છે.
પરસેવાની દુર્ગંધ દુર કરે જો તમારા પરસેવામાં દર્ગંધ આવતી હોય તો તમે ગમે તેટલા ડીઓડ્રન્ટ અને પરફ્યુમ વાપરો તો થોડી કલાકમાં તેની સુગંધ ઉડી જશે અને ફરી દુર્ગંધ આવવા લાગશે. આ માટે ફટકડીનું ચૂર્ણ તૈયાર કરી તેને પાણીમાં ભેળવી ન્હાવાથી શરીરમાંથી આવતી પરસેવાની દુર્ગંધ સદા માટે દૂર થઈ જશે.પાણી શુદ્ધ કરવા માટેપહેલાંના જમાનામાં વરસાદના પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ થતો. એનાથી પાણીમાંનો મેલ, કચરો અને જંતુઓ નીચે બેસી જાય અને ઉપરથી પાણી ગાળી લેવાથી એ શુદ્ધ થઈ જાય છે.
ઘાવમાંથી નીકળતું લોહી બંધ થાય જ્યારે પણ ઘામાંથી લોહી વહી જતું હોય ત્યારે ફટકડીનો પાઉડર ડાયરેક્ટ લગાવવાથી કે ફટકડી ફેરવેલા પાણીથી એ ઘાને સાફ કરવામાં આવે તો લોહી નીકળતું અટકે છે.આંખની તકલીફ દુર થશેઆંખ આવી હોય, આંજણી થઈ હોય કે વારંવાર ચીપડા બાઝતાં હોય તો આંખની સફાઈ માટે ફટકડી વાપરી શકાય છે. ફટકડી નાખેલા હૂંફાળા પાણીમાં રૂનું પૂમડું બોળીને એનાથી આંખને સાફ કરવાથી ઇન્ફેક્શન ઘટે છે.ઉધરસમાં અક્સીર ઉપાયઉધરસ અને જૂના દમ જેવી બિમારીમાં ફટકડી ખૂબ ઉપયોગી નીવડે છે. ફટકડીનું ચૂર્ણ મધ સાથે લેવાથી ઉધરસ અને દમની બિમારી દૂર થાય છે.
વાળમાંથી જૂં દુર કરવાફટકડીમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે જેના કારણે વાળમાં થયેલી જૂં નો પણ સફાયો કરે છે. નીયમીત રૂપે ફટકડીના પાણીથી માથું ધોવાથી થોડક જ દિવસોમાં જૂં ગાયબ થઈ જાય છે.મિત્રો, અહીંયા ફટકડીના બાહ્ય પ્રયોગો વધુ જણાવ્યા છે, પણ જ્યારે ફટકડીનો મોંઢા દ્રારા દવાની જેમ ઉપયોગ કરવાનો હોય ત્યારે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ