અનોખી લવ સ્ટોરી! વેલેન્ટાઇન ડે ના દિવસે જ આ IAS અને IPS ઓફિસર ને મળ્યો તેમનો સાચો પ્રેમ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી ઘણો લાગણીશીલ છે તે પોતાના આવા જ સ્વાભાવ ના કારણે અમુક લોકો સાથે ગાઢ સંબંધ ધરાવે છે જ્યારે અમુક લોકોને પોતાનું દિલ પણ દઈ બેસે છે. અને તેમના પ્રેમ સંબંધો ની શરૂઆત થાય છે. આપણે સૌ જાણીએ છિએ કે પ્રેમએ શરીરક નહીં પરંતુ આત્મિય બાબત છે.
પ્રેમથી કોઈ પણ વ્યક્તિ ને વશ કરી શકાય છે કહેવાય છે કે પ્રેમમાં મોટા મોટા યુદ્ધો ને પણ રોકવાની અને દુશ્મનને પણ દોસ્ત બનાવવાની તાકાત છે. આપણે સૌ જાણીએ છિએ કે પ્રેમને જાહેર કરવા માટે કોઈ ચોક્ક્સ સમય હોતો નથી. તમે જેને પ્રેમ કરતા હોય તેની સામે પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ સંજોગ કે સમયની જરૂર પડતી નથી.
જો કે હાલમાં લોકો પ્રેમને લઈને અમુક દિવસો પણ ઉજવે છે જેને ” વેલેન્ટાઇન વીક ” તરીકે ઉજવે છે. આ વીક નો છેલ્લો અને સૌથી મહત્વનો દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે આ દિવસે અનેક લોકો પોતાના પ્રેમી કે પ્રેમિકા સમક્ષ પોતાના દિલમાં રહેલા ભાવો વ્યક્ત કરે છે. અને સ્વિક્રુતિ મળ્તા પોતાના નવા જીવનની શરૂઆત કરે છે.
આપણે અહીં એવા જ બે IAS અને IPS ઓફિસર વિશે વાત કરવાની છે કે જેમણે આ પ્રેમના દિવસે જ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આપણે અહીં IAS તુષાર સિંગલા અને IPS નવજોત સિમી વિશે કરવાની છે જણાવી દઈએ કે આ બંને ઓફિસર ના લગ્ન 14 ફેબ્રુઆરી 2020 ના રોજ એટલે કે વેલેન્ટાઇન ડે પર થયા હતા.
સૌ પ્રથમ જો વાત IAS તુષાર સિંગલા અને IPS નવજોત સિમી વિશે કરીએ તો જણાવી દઈએ કે તુષાર પંજાબના બરનાલાના વતની છે જ્યારે નવજોત પંજાબના ગુરદાસપુરના છે. જણાવી દઈએ કે તુષારને બંગાળ કેડર જ્યારે નવજોત સિમીને બિહાર કેડર મળ્યું છે. જો વાત તેમની ટ્રેનિંગ અંગે કરીએ તો તુષાર 2015 બેચના ઓફિસર છે અને નવજોત 2018 બેચની IPS ઓફિસર છે.
તેમના લગ્ન આખા દેશમાં ઘણા ચર્ચા માં હતા કારણકે તેમના લગ્નમાં 1 રૂપીયા નો પણ ખર્ચ થયો ન હતો. જો વાત તુષાર અને નવજોત ના સંબંધ અંગે કરીએ તો અમુક કારણોસર તુષાર અને નવજોત એક બીજાને મળવા લાગ્યા અને તેમની વચ્ચે મિત્રતા થઈ. અને ધીરે ધીરે તેમની વચ્ચે વાતો થવા લાગી તે બાદ તેમનો સંબંધ વધુ ગાઢ બનવા લાગ્યો.
અને આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ આ પછી, સારી બોન્ડિંગ થઈ અને, બંને એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. જે બાદ થોડા સમય પછી બંનેને લાગવા માંડ્યું કે તેઓ એકબીજા વિના રહી શકશે નહીં. અને તેમણે એકબીજા સાથે લગ્નનું આયોજન કર્યું અને પછી 14 ફેબ્રુઆરી 2020ના રોજ લગ્ન કર્યા.
તેમણે સૌપ્રથમ 13 ફેબ્રુઆરીએ કાલી મંદિરમાં હિન્દુ-પંજાબી રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા જે બાદ 14 ફેબ્રુઆરીએ તુષારની ઓફિસમાં રજિસ્ટર્ડ લગ્ન થયા હતા. તેમણે વિચાર્યું હતું કે, લગ્ન બાદ તેઓ એક ફંક્શન્સ કરશે, પરંતુ લગ્ન બાદ બંને પોતાના કામમા વ્યસ્તતા થઈ ગયા અને ફન્ક્શન ન થયું. જણાવી દઈએ કે બંને હાલમાં અલગ અલગ રાજ્યો માં નોકરી કરે છે.
જો કે એક બીજાથી દૂર હોવા છતા પણ જયારે પણ સમ મળે ત્યારે તુષાર નવજોત ને મળવા જાય છું અને જ્યારે પણ નવજોતને સમય મળે છે ત્યારે તે તુષાર ને મળવા આવે છે. જણાવી દઈએ કે આ વેલેન્ટાઈન પર તેમના લગ્નને 2 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, અમારી તરફથી IAS અને IPS દંપતીને ‘શુભેચ્છાઓ’