સાચા પ્રેમની તાકત! પ્રેમી અને પ્રેમિકાનો હતો વધુ વજન પરંતુ પ્રેમ ખાતર જે કર્યું મિશાલ બની રહી.હેવી લવ સ્ટોરી
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ ઘણો જરૂરી છે. માનવી પોતાના પ્રેમાળ અને લાગણીશીલ સ્વાભાવ ને કારણે અમુક વ્યક્તિઓ સાથે ભાવાત્મક સંબંધ બાંધે છે. અને તેવા વ્યક્તિઓ ની પોતાના કરતા પણ વધુ ચિંતા કરે છે. આપણે સૌ આવી બાબતને પ્રેમ તરીકે ઓળખતા હોઈએ છિએ.
કે જ્યાં પ્રેમી અને પ્રેમિકા પોતાના કરતા એક બીજા નું વધુ ધ્યાન રાખે છે. અને એક બીજાને ખુશ રાખવા માટે અનેક કર્યો કરે છે આપણે અવાર નવાર અનેક લવ સ્ટોરી જોઈ અને સંભાળી છે પરંતુ આપણે અહીં એક અનોખી હેવી વેટ લવ સ્ટોરી વિશે વાત કરવાની છે કે જ્યાં આપણે સાચા પ્રેમની તાકત જાણીશુ.
જણાવી દઈએ કે આ લવ સ્ટોરી મિતેષભાઇ અને યાશ્રીબેનની છે જો વાત લવ સ્ટોરી ની શરૂઆત અંગે કરીએ તો શરૂઆત માં એટલે કે 10 વર્ષ પહેલાં મિતેષભાઇ 146 કિલો ના હતા જ્યારે યાશ્રીબેન 105 કિલો વજન ધરાવતાં હતાં. આ સમયગાળા માં મિતેષ ભાઈ ના પિતા અવશાન પામતા તેઓ પિતાની મૃત્યુ ના દુઃખને ભૂલવા માટે પોતાના મિત્ર ની દુકાને બેસવા જતા જણાવી દઈએ કે આ દુકાન યાશ્રિ બેનના સગાની હતી.
માટે અહીં જ તેમની પહેલી મુલાકાત થઈ. જે બાદ તેમની મિત્રતા થઈ અને ધીરે ધીરે વધી પ્રેમમાં પરિણમી. બંને ના વજન વધુ હોવાને કારણે બંને ના સંબંધો ગાઢ બન્યા. જે બાદ યાશ્રિ બેન મિતેષ ભાઈને વજન ઘટાડવા માટે પ્રેરણા આપી. જો કે પહેલા અનિમિત ભોજન કરતા મિતેષ ભાઈ યાશ્રિ ના આગ્રહથી ભોજન માં નિયમિત થ્યા અને યોગ્ય ડાયટ અપનાવી સાથે જિમમા જઈને મહેનત અને કસરત કરવા લાગ્યા જે બાદ તેમનું વજન 146થી ઘટીને 76 પર આવી ગયું.
જો કે વજન ઘટના મિતેષ ભાઈ સારો અનુભવ કરવા લાગ્યા અને તેમણે યાશ્રિ બેનને પણ વજન ઘટાડવા માટે આગ્રહ કર્યો અને યાશ્રિ બેને મિતેષ ભાઈ ની વાત માની ને જિમ જોઈન કર્યું અને હાલમાં તેમનું વજન 65 થઇ ગયું. આમ 10 વર્ષની અંદર બંને યુગલે પોતાના પ્રેમ ખાતર એક બીજા ની વાત માનીને વજન ઘટાડયુ અને 10 વર્ષમાં તેમની લવ સ્ટોરી 251 કિલો પર શરુ થઇ અને હવે 141 કિલો પર અટકી છે.
જો વાત મિતેષ ભાઈ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ વ્યવસાયે ખેડૂત છું. જોકે પોતાનું વજન ઘટયા બાદ તેમણે આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી ન્યુટ્રીશન અને ફીટનેસ સાયન્સનાં કોર્સ કર્યા અને આજે તેઓ ડાયેટીશ્યન તરીકે કાર્યરત પણ છે. આ ઉપરાંત એ પણ જણાવી દઈએ કે 10 વર્ષની આ લવ સ્ટોરી એક અઠવાડીયા બાદ સંબંધ માં રૂપાંતરિત થશે. એટલે કે મિતેષભાઇ અને યાશ્રીબેન એક અઠવાડીયા બાદ લગ્ન કરવાના છે.