મિત્રો આપણેસૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકો દ્વારા ક્રિકેટ અને ક્રિકેટના ખેલાડીઓ ને ઘણો પ્રેમ અને સન્માન આપવામાં આવે છે, તેવામાં ક્રિકેટ પ્રત્યે આવો પ્રેમ ફક્ત દેશમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં છે, લોકોના આવા જ પ્રેમને લઈને હાલમાં ક્રિકેટ ને અલગ અલગ અનેક ફોર્મેટમાં રમવામાં આવે છે. આ તમામ ફોર્મેટ પૈકી લોકોને સૌથી વધુ IPL પસંદ આવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે IPL ના ચાહકો ફક્ત દેશમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં જોવા મળે છે. તેવામાં હાલમાં IPLની નવી સીઝન આવી રહી છે. લોકો પણ આ નવી સીઝનને લઈને ઘણી રાહ જોઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં થોડા સમય પહેલા જ IPLની ટીમો ને લઈને મેગાઓક્શન યોજાયું હતું. જેને લઈને એક મહત્વની બાબત સામે આવી રહી છે.
જણાવી દઈએ કે હાલમાં જ ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી ના રોજ ipl માં ટીમને લઈને મેગા ઓક્શન હતું જેમાં આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે બે નવી ટીમ આવવાથી હવે ipl માં ૧૦ ટીમો રમતી જોવા મળશે અને ipl માં આ ૧૦ ટીમો માટે ૬૦૦ ખેલાડીઓ ની બોલી લગાવવામાં આવી છે. પરંતુ આ તમામ ની વચ્ચે ભારત ના સ્ટાર ખેલાડી સુરેશ રૈના માટે માઠાસમાચાર છે.
એક તરફ જ્યાં આ ઓકશનમાં નવા ચહેરાઓને ઘણું મહત્વનું સ્થના મળ્યું અને તે પૈકી અમુક ખેલાડીઓ ને તેમની બેઝ પ્રાઈઝ કરતા વધુ કિમત સાથે ખરીદવામાં આવ્યા તેવામાં સુરેશ રૈના અનસોલ્ડ રહ્યા. એટલે કે કોઈ પણ ટીમે સુરેશ રૈનાને ખરીદવામાં અને તેમને પોતાની ટીમમાં લેવામાં રસ દાખવ્યો નહિ. આપણે સૌ જાણીએ છીએ કે સુરેશ રૈના ipl ના ઘણા સફળ ખેલાડી છે.
જોકે આ વર્ષ તેમના માટે સારું સાબિત થયું નથી જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં અટેલે કે ૬ ફેબ્રુઆરી ના રોજ સુરેશ રૈના ના પિતાનું નિધન થયું અને હવે કોઈ પણ ટીમ તેમનેલેવા માટે રાજી થઇ નહિ. જો વાત તેમની જૂની ટીમ એટલે કે ચેન્નઈ અંગે કરીએ તો જ્યાં એક તરફ ટીમે પોતાના અનેક જુના ખેલાડીઓ પાછા લીધા છે ત્યાં બીજી તરફ તેમણે પણ સુરેશ રૈનાની ખરીદી કરી નથી.
જણાવી દઈએ કે આજ વખતે સુરેશ રૈના ૨ કરોડ ની બેઝ પ્રાઈઝ સાથે મેદાન માં ઉતર્યા હતા. જો વાત તેમના ipl ના દેખાવ અંગે કરીએ તો તેમણે આત્યાર સુધીમાં ૨૦૫ મેચ રમી છે જે પૈકી ૫૫૨૮ રન કર્યા છે. જેમાં ૨૦૩ છક્કાઅને ૫૦૬ ચોક્કા નો સમાવેશ થાય છે. જો વાત બોલિંગ અંગે કરીએ તો તેમણે ૨૫ વિકેટ લીધી છે.