ભારત સાથે નવો સંબંધ! ક્રિકેટર મેક્સ્વેલ અને તામિલનાડુની વિની રમનના લગ્ન છપાવી અનોખી કંકોત્રી..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશ અને આખા વિશ્વમાં લોકો દ્વારા ક્રિકેટ ને ઘણું મહત્વ આપવામાં આવે છે લોકો ને ક્રિકેટ જોવી અને રમવી ઘણી પસંદ છે. લોકો દ્વારા ક્રિકેટ અને ક્રિકેટના ખેલાડીઓ ને ઘણું માન સન્માન અને પ્રેમ આપવામાં આવે છે. તેવામાં હાલ ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશ ખબર મળી રહી છે.
મિત્રો હાલમાં જ વિશ્વના લોકપ્રિય ક્રિકેટ ખેલાડી અને ઓલરાઉન્ડર એવા ગ્લેન મેક્સવેલ ના લગ્નને લઈને માહિતી મળી રહી છે આપણે સૌ જાણીએ છિએ કે ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર છે તેમણે પોતાની આગવી રમતને કારણે ક્રિકેટ જગત માં પોતાની આગવી ઓળખ બનાવી છે
જો વાત ગ્લેન મેક્સવેલ ના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્ન વિની રમન સાથે થવાના છે. જો વાત વિની રમન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો સંબંધ ચેન્નઈ સાથે છે, અને હાલમાં ભારતીય મૂળની વિની ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહે છે. વિની રમનના પિતાનુ નામ વેંકટ રમન અને માતાનુ નામ વિજયલક્ષ્મી છે.
જણાવી દઈએ કે વિની રમનના જન્મ પહેલા જ તેમના માતા પિતા ઓસ્ટ્રેલિયામાં ચાલ્યા ગયા હતા જણાવી દઈએ કે વિની રમનનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો છે અને તેમણે અહીંથી જ ફાર્મસીનો અભ્યાસ કર્યો. જો વાત મેક્સ્વેલ અને વીનિ ના પ્રેમ સંબંધ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ વર્ષ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જે બાદ વર્ષ 2020ની ફેબ્રુઆરીમાં તેમણે સગાઈ કરી અને હવે સંભાવના છે કે બંનેનાં લગ્ન 27 માર્ચે મેલબર્નમાં થઈ શકે છે.
જો કે તેમના લગ્નને લઈને સૌથી આકર્શક બાબત તેમના લગ્નની કંકોત્રી છે. જો વાત મેક્સ્વેલ અને વીનિ ના લગ્નની કંકોત્રી અંગે કરીએ તો આ આમંત્રણ પત્રિકા સંપૂર્ણ રીતે ભારતીય ઢબે બનાવામાં આવી છે. કે જેમાં ભગવાન ગણેશ અને લક્ષ્મી માતા ઉપરાંત ભગવાન વિષ્ણુના ફોટા પણ છે. અને ખાસ વાત એ છે કે આ આમંત્રણ પત્રિકા સંપૂર્ણ રીતે તમિળ ભાષામાં છપાયેલું છે.