અનોખી કંકોત્રી! ના ભાઈ પાસબુક નહીં કંકોત્રી છે સાથે ચેક બુક પણ જેમાં લગ્ન માટેની.જુઓ તસવીરો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાના લગ્ન ઘણા ખાસ અને મહત્વના હોઈ છે. માટે જ દરેક વ્યક્તિ ની ઇચ્છા પોતાના લગ્ન યાદગાર રહે તે માટે લગ્નને ધામ ધૂમથી કરવા માટે ઇચ્છા રાખતા હોઈ છે. જો કે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખું વિશ્વ કોરોના નામની માહામારી સામે લડી રહ્યું છે તેવામાં લોકોના હિતમાં સરકાર દ્વારા જાહેર મેળાવડા અને લગ્નને લઈને ઘણી ગાઈડ લાઈન આપી છે.
સરકાર દ્વારા જાહેર કરેલ નિયંત્રણ ને આધારે હાલમાં આ લગ્નના આ પાવન સમયગાળા માં અનેક યુગલો પ્રભુતા માં પગલાં કરશે. તેવામાં લોકો હાલના આવા કપરા સમયમાં પણ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનેક પ્રયત્ન કરે છે. હાલમાં જ એક આવા જ લગ્નની કંકોત્રીના ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાઇરલ થઈ રહ્યા છે કે જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે.
જો વાત આ લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે અહીં વડોદરાના શિનોર નાં રહેવાસી એવા વિજયભાઈ શાહની પુત્રી ભૂમિકા અને ઉમરેઠના હરીશભાઇ શાહના પુત્ર ધવલ ના લગ્ન છે. હાલમાં આ લગ્નની પત્રિકાએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. જો વાત તેમના લગ્નની પત્રિકા અંગે કરીએ તો તેમાંની લગ્ન કંકોત્રી બેંકની પાસબુક અને ચેકની થીમ પર રાખવામાં આવી છે.
જો વાત આ લગ્ન કંકોત્રી અંગે કરીએ તો તે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાસબુકની થીમ પર બનાવામા આવી છે. કે જ્યાં ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાસબુક હોય તેમ કંકોત્રીનું કવર , અને બેંકના નામના સ્થાને ભારતીય શાહ બેંક લખીને બ્રાન્ચ નામની જગ્યાએ સરનામું તથા પ્રથમ પાનામાં એકાઉન્ટ ડિટેલની જેમ કંકોત્રી માં આપનારનું નામ, એકાઉન્ટ નંબરની જગ્યાએ મોબાઈલ નંબર સહિત જેવી વિગતો આપી છે.
આ ઉપરાંત જો વાત લગ્નના વિવિધ કાર્યક્રમ અંગે કરીએ તો તેમાં રીસેપ્શન, ગણેશ પુજન વગેરે જેવી વિગતો માટે અલગ અલગ ચેકની થીમથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હાલમાં આવુ આમંત્રણ જોઈને સૌ કોઈ અચરજ માં છે અને કંકોત્રી ની તસ્વીર વાયરલ થઈ રહી છે. અને લોકો કંકોત્રી મળી કે ચેક બુક તેવા અવઢવ માં છે.