IndiaNational

ભયાનક મંઝર! બેકાબુ ટ્રોલીએ અનેક વાહનોને ઝપેટમાં લીધા મૃતદેહ ની કતાર અકસ્માતમાં 4 મોત જયારે 5 લોકોની હાલત….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માત ને લગતા બનાવોમાં નોંધ પાત્ર વધારો જોવા મળી રહ્યો છે, હાલમાં લોકોમાં એવો પણ ભઈ જોવા મળે છે કે ઘરની બહાર નીકળેલ વ્યક્તિ ઘરે સહીસલામત પરત ફરશે કે કેમ ? હાલમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં એટલો ધરખમ વધારો જોવા મળે છે કે જાણે મોટ રૂપી કાળ રસ્તા પર જ લોકોના જીવ લેવા બેઠો છે. આપણે લગભગ દરરોજ અસ્માત ને લગતા અનેક બનાવો અંગે માહિતી મેળવીએ છીએ કે જેમાં રોજ અનેક લોકો ઘાયલ થાય છે જયારે અનેક લોકોને પોતાના જીવ પણ ગુમાવવા પડે છે.

તેવામાં ફરી એક વખત અકસ્માત ને લઈને આવો જ ગંભીર બનાવ સામે આવ્યો છે કે જ્યાં બેકાબુ બનેલા એક ટ્રોલીએ એકા એક અનેક વાહનોને પોતાની ઝપેટમાં લીધા જેમાં અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. જો વાત આ દુઃખદ અકસ્માત અંગે કરીએ તો આ અકસ્માત ઝારખંડ ના રામગઢ પાસે આવેલા પટેલ ચોક પાસેના એક પેટ્રોલ પંપ પાસે સર્જાયો છે. અહીં એક બ્રેક ફેલ ટ્રોલી કે જે ફૂલ ઝડપે આવી રહી હતી. તેવામાં આ ટ્રોલી પરનું નિયંત્રણ ગુમાવતા આગળ ઉભેલા અનેક વાહનો તેની ઝપેટમાં આવ્યા. અકસ્માત માં 3 કાર અને 2 બાઈક ને ટક્કર વાગી હતી.

આ ગંભીર અકસ્તામ ને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા જયારે અન્ય 5 લોકોને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. અકસ્માત નો સૌથી ભયાનક મંઝરએ હતો કે જયારે એક ગાડી ટ્રોલી ની નીચે એકદમ ચેપાઈ ગઈ જે બાદ ક્રેનની મદદથી આ ગાડીને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માત માં ગાડી સવાર અને બે બાઈક સવાર એક 4 લોકોના મોટ થયા જે પૈકી 3 લોકોની ઓળખ થઇ ગઈ છે. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમની માહિતી આ પ્રમાણે છે.

અકસ્માત ના કારણે બિનોદ કરમાલી નામનો યુવક કેજે રાંચીના ટૂંડા હુલી ગામનો રહેવાસી હતો તે ઉપરાંત રાંચીના જ બારિયાતુના ઇન્દ્રપ્રસ્થ કોલોનીમાં રહેતો યુવક મીટું કુમાર નું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ગાડી સવાર વિશે વાત કરીએ તો તેનું નામ વિજય કરમાલી છે કે જેઓ રામગઢ ના બરકાકાના રહેવાસી હતા. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને રાહત કામગીરી શરૂ કરી ઉપરાંત રસ્તા પરના વાહનો હટાવો યાતાયાત ની સેવા શરૂ કરી લોકોનો કહેવું છે કે અકસ્માત ઘણો જ ભયાનક હતો. જોકે આ અકસ્માત મા એક રાહતની બાબત એ પણ હતી કે ટ્રોલી અનિયંત્રિત થઈને પાસેના પેટ્રોલ પંપ માં ન ગઈ નહીતો અકસ્માત આનાથી પણ વિકરાળ રૂપ ધારણ કરેત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *