ગ્રીષ્માં મી હત્યા માટે ફેનિલે ઓનલાઇન આવું કાવતરું ઘડ્યું હતું જોકે હત્યા માટે આ ખાસ હથિયાર ન મળતા તેણે આ વેબસાઈટ પરથી ચપ્પુ ખરીદ્યું પણ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે છેલ્લા થોડા સમયથી રાજ્યમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તે બાદ આખા રાજ્યમાં લોકોમાં ડર ની લાગણી જોવા મળી છે લોકોમાં ખાસ કરીને મહિલાઓ ને લઇને ડરનો માહોલ જોવા મળે છે જેવી રીતે રાજ્યમાં લોકો ખુલ્લેઆમ હથિયાર લઈને નીકળે છે અને લોકોનો જીવ લઇ રહ્યા છે તેના કારણે ગુંડા રાજ જેવી પરિસ્થિતિ જોવા મળી છે, તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે પહેલા કિશન ભરવાડ અને પછી ગ્રીષ્માં ની હત્યા ને કારણે લોકોમાં ઘણો શોક નો માહોલ છે.
જો કે પોલીસ તંત્ર હાલમાં ઘણું એક્ટિવ થઇ ગયું છે અને બંને હત્યાને લઈને શોધ તેજ કરી છે તેવામાં પહેલા કિશન ભરવાડ ની હત્યાની તપાસ માં જે રીતે આતંક અને જેહાદ ના તત્વો સામે આવ્યા હતા તેવી જ રીતે હાલમાં ગ્રીષ્માં ની હત્યા ની તપાસ કરતા અનેક નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ ફેનિલ નામના એક તરફી પ્રેમીએ સુરતમાં ગ્રીષ્માં નામની યુવતીનું જાહેરમાં પરિવાર સામે ગળું કાપીને હત્યા કરવાથી ચકચાર મચી ગયો હતો.
જણાવી દઈએ કે હાલમાં ફેનિલની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા તેને ગ્રીષ્માંની હત્યાને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે તેવામાં ફેનિલ એક પછી એક ચોંકાવનાર ખુલાસાઓ આપી રહ્યો છે તેવામાં ફરી એક વખત ફેનિલે ગ્રીષ્માં ની હત્યા માટે વપરાયેલા હથિયાર ને લઈને ચોંકાવનાર ખુલાસો કર્યો છે.
હાલમાં પોલીસ દ્વારા ફેનીલનાં ફોનની FSL તપાસ થઈ રહી છે જેના આધારે ગ્રીષ્માંની હત્યાને લગતા અગત્યની માહિતી મળી છે જણાવી દઈએ કે આ તપાસમાં પોલીસ ને માલુમ પડ્યું કે ફેનિલ ઓનલાઇન અનેક વેબસાઈટ પર AK 47 રાઇફલ કઈ રીતે મેળવવી તેને લઈને તપાસ કરી રહ્યો હતો. આ ઉપરાંત હત્યા માટે તેણે આશરે 30 જેટલી વેબસાઈટ પણ તપાસી હતી.
પરંતુ આ રાઇફલ ન મળતા તેને હત્યા માટેના અન્ય વિકલ્પ વિચાર્યા અને હત્યા માટે ક્રાઇમ પેટ્રોલ અને અનેક વેબસીરીઝ પણ જોઈ તેવો પણ પોલીસ નો દાવો છે. જે બાદ ફેનિલે ચપ્પુ વડે કઈ રીતે હત્યા થઇ શકે તેને લઈને માહિતી મેળવી અને ઓનલાઇન શોપિંગ પોર્ટલ ફિલ્પ કાર્ટ પરથી ચપ્પુ મંગાવ્યું પણ ઓર્ડર મોડો પહોંચતા તેણે ઓર્ડર કેન્સલ કરાવ્યો જે બાદ તેણે ગ્રીષ્માં ને ચપ્પુ વડે મારવાની યોજના બનાવી.