અનોખા લગ્ન ! માતા પિતાના લગ્નમાં પુત્ર હાજર 72 વર્ષે પિતાએ 66 વર્ષની માતા સાથે કર્યા લગ્ન ભાવુક થયા લોકો કારણકે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમય ગાળો ચાલી રહ્યો છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે લગ્નને લઈને દરેક વ્યક્તિમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન બાદ દરેક વ્યક્તિ પોતાના નવા જીવન સાથી સાથે નવા જીવનની શરૂઆત કરે છે. તેવામાં વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનેક પ્રયત્ન કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અનેક સંતાનો પોતાના માતા પિતાના લગ્ન ના અમુક વર્ષ બાદ માતા પિતાના ફરી લગ્ન કરાવે છે અને તેમને લગ્નની યાદો તાજા કરાવે છે.
હાલમાં માતા પિતાના આવા જ એક લગ્ન સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે. જો વાત લગ્નના આ પ્રસંગ અંગે કરીએ તો આ લગ્ન અમદાવદ ના છે. અહીંના વસ્ત્રાલય પ્રયોશા પેરેડાઇઝ માં રહેતા રસિક ભાઈ અને રંજના બહેને લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે હાલમાં રસિક ભાઈ ની ઉમર 72 વર્ષ છે જ્યારે રંજના બહેનની ઉમર 66 વર્ષ છે. અને થોડા સમય પહેલા તેમણે પોતાના જીવનના 50 વર્ષ એક સાથે પુરા કર્યા છે. એટલે કે લગ્નની 50 મી વર્ષ ગાંઠને અનોખી રીતે યાદગાર બનાવવા માટે તેમના પુત્ર વિજય ભાઈએ માતા પિતાના ફરી લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.
આ લગ્નને લઈને વિજય ભાઈએ જણાવ્યું હતું કે તેમના માતા પિતાના 50 વર્ષ પહેલા જયારે લગ્ન થયા હતા ત્યારે તેમના ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હતી માટે લગ્ન ઘણા સાદાઈથી કરવામાં આવ્યા હતા ઉપરાંત લગ્ન સમયે તેમના પિતા રસિક ભાઈનો વરઘોડો પણ નહોતો નીકળ્યો.જે કે હવે લગ્નના આ ખાસ અવસર પર માતા પિતાની ખુશીઓ માટે વિજય ભાઈએ ફરી વખત તેમના ભવ્ય અને વરઘોડા સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. અને લગ્નમાં તે તમામ વસ્તુઓ કરવાની ઈચ્છા હતી કે જેને 50 વર્ષ પહેલા ન થઇ શક્યું.
જો કે જયારે રસિક ભાઈ અને રંજના બહેનને ફરી લગ્ન અંગે વાત કરવામાં આવી ત્યારે તેઓ લગ્નને લઈને ઘણા અચકાતા હતા. જો કે પછી સમજાવતા તેમને પણ લગ્નને લઈને ઉત્સાહ થયો. જે બાદ મોર્ડન રીતે તેમના લગ્ન કરવામાં આવ્યા આ માટે પહેલા તેમનું પ્રિ વેડિંગ ફોટો શૂટ પણ કરાવવામાં આવ્યું વિજય ભાઈ ના પતિની સાસુ સસરા ના લગ્નને લઈને ઘણા ખુશ હતા અને તેમણે જણાવ્યું કે દીકરીના લગ્ન માટે મામેરું ભરાઈ છે તેવી રીતે તેમની સાસુ ના ભાઈ અને ભાણિયા લગ્ન માટે મામેરું લઈને આવ્યા હતા.
આ સમયે રસિક ભાઈ શેરવાની પહેરીને ઘોડી પર બેસીને લગ્ન માટે તૈયાર હતા જયારે રંજના બહેન પણ લાલ પાનેતર પહેરીને પોતાના વરની લગ્ન માટે રાહ જોતા હતા. આજે લગ્નને લઈને જે વિધિ કરવામાં આવે છે તે દરેક રસિક ભાઈ અને રંજના બહેન ના લગ્નમાં પણ કરવામાં આવી અને લોકોએ લગ્નનો પૂરતો આનંદ લીધો. આ સમયે હાજર દરેક વ્યક્તિ નવ દંપતીને પોતાના હાથેથી જમાડ્યા અને લગ્નના આ સમયે સૌ કોઈ ભાવુક જોવા મળ્યા જો કે લગ્ન બાદ રસિક ભાઈ અને રંજના બહેન ના હની મુન માટે પણ પરિવાર તરફથી હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે આટલી ઉમર હોવા છતાં પણ રસિક ભાઈ આજે પણ ચાલીને વસ્ત્રાલથી રખિયાલ સુધી એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરીને સતત પ્રવૃત્તિશીલ રહે છે. જયારે વાત વિજય ભાઈ અંગે કરીએ તો તેઓ દસક્રોઇના જેસવાની મુવાડી રણોદરા ની એક પ્રાથમિક શાળા ના આચાર્ય છે. તેમને માતા પિતાની ખુશીઓ માટે જે કામ કર્યું છે તે મિશાલ બની ગઈ છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.