મહિલા ક્યાં રહેશે સુરક્ષિત? સૂરતમાં ફરી એકવખત ગ્રીષ્મા હત્યા જેવો બનાવ ઍકતરફી પ્રેમમાં પાગલ યુવકથી પરેશાન પરણિત મહિલાનો આપઘાત..
મિત્રો છેલ્લા થોડા સમયથી તો જાણે રાજ્ય ગુંડાઓ માટે અમાન્વિય પ્રવુર્તિ કરવાનો અડ્ડો બની ગયો હોઈ તેવું લાગે છે જેવી રીતે લોકો જાહેરમાં હથયાર લઇને નીકળે છે અને અન્ય ના પ્રાણ લે છે તેના પરથી એવું જ લાગે છે કે આવા હેવનો માં માણસાઈ નું ટીપું પણ રહ્યું નથી.
એક પછી એક રાજ્યમાં બની રહેલા હત્યા ના બનાવે લોકોને ઘણા ડરાવી દીધા છે પહેલા કિશન ભરવાડ ત્યાર બાદ ગ્રીષ્મા ની હત્યા બંને હત્યા ના બનાવથી સમાજ હચમચી ગયો હતો તેવામાં ફરી એક વખત સૂરત માંથી જે સમાચાર સામે આવ્યા છે તેના કારણે મહિલા સુરક્ષાનો મુદ્દો ઘણો મહત્વનો બન્યો છે.
હાલમાં જે પ્રમાણે સૂરત માંથી હત્યા ના બનાવ સામે આવે છે તેના કારણે એવું લાગે છે કે જાણે સુરતમા હત્યારાઓ મેં છુટ્ટો દોર મળ્યો છે. આપણે સૌ જાણીએ છિએ કે 12 ફેબ્રુઆરી ના રોજ એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામના યુવકે સૂરત ના વસ્ત્રાપુર ની રહેવાસી ગ્રીષ્મા નું ગળું કાપીને જાહેરમાં હત્યા કરી હતી.
તેવામાં આજ દિવસે અને આજ વિસ્તારમા એટલે કે 12 ફેબ્રુઆરી ના રોજ સૂરતના વસ્ત્રાપુર માં એક મહિલાની અગ્નિ સ્નાન કરવાની ઘટના સામે આવી હતી જે બાદ હાલમાં તેણે અંતિમ શ્વાસ લેતા પરિવાર માં શોક નો માહોલ છે જણાવી દઈએ કે આ વિસ્તારમાં રહેતી એક મહિલા ના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતા.
આ મહિલા ને પણ ગ્રીષ્મા ની જેમ એક તરફી પ્રેમી છેલ્લા દોઢ વર્ષથી પરેશાન કરતો હતો. આ એક તરફી પ્રેમીનુ નામ જય દીપ સરવૈયા છે કે જે આ પરણિત મહિલા ને ફોન પર તેની સાથે વાત કરવા માટે દબાણ કરતો અને ગાળો પણ આપતો. તેવામા એક દિવસ મહિલા નો પરિવાર ઘરમાં ના હતો ત્યારે મહિલાએ પોતાની ઉપર કેરોસિન છાટી ને આત્મ હત્યાનો પ્ર્યશ્ કર્યો.
જો કે પડોશમાં રહેતા વ્યક્તિ એ મહિલા ના ભાઈ ને ઘરમાં આગ લાગ્યા અંગે માહિતી આપતા પરિવાર દોડી ગયો ત્યારે માલુમ પડ્યું કે મહિલાએ અગ્નિ સ્નાન કર્યું છે તેવામાં મહિલા ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી કે જ્યાં તેણે અઠવાડીયા બાદ આખરે જીવનની રેશ હારી ગયા.
મહિલા એ પોતાના આન્ટીમ્ ક્ષણોમા આત્મ હત્યા નું કારણ જણાવી ન્યાય ની માગ કરી હતી હાલમાં પોલીસ પાસે મહિલા ના કોલ રેકોર્ડિંગ છે કે જેમાં આરોપી ની વાતો રેકોર્ડ છે ઘટના અંગે હાલમાં પોલીસ દ્વારા ઘટના ને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.