લગ્ન બાદ તરતજ માતાજીના દર્શન માટે અલ્પા પટેલ પતિ સાથે ગયાઆ ખાસ મંદિર અને પ્રાર્થના કરી કે.જુઓ તસવીરો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ક્મુર્તા પૂરા થયાની સાથે જ જાણે લગ્નની સુનામી આવી ગઈ હોઈ તેમ આ પાવન અવસર પર દરેક જગ્યાએ માંગલમય પ્રસંગો જોવા મળી રહ્યા છે અને લગ્નના ગીતો સંભાળી રહ્યા છે તેવામાં લગ્નના આ સમયે અનેક લોકો પોતાના જીવન સાથે સાથે નવા જીવન નું શ્રી ગણેશ કરશે. જ્યારે અમુક લોકો પોતાના જીવન સાથી સાથે જવું જીવન શરૂ કરી દીધું છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, કે આ આખી પૃથ્વી એક દૈવીય શક્તિ ચલાવે છે જેને આપણે ભગવાન કહીએ છીએ તેવામાં વ્યક્તિ જ્યારે દુઃખી હોઈ કે સુખી તે સૌથી પહેલા ભગવાન ને જ યાદ કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જ ગુજરાત ના લોકપ્રિય ગાયિકા અલ્પા પટેલ ના લગ્ન થયા છે તેવામાં તેઓ પણ પોતાના નવા જીવનને શરૂ કરતા પહેલા ભગવાનના દર્શન કરવા ગયા છે.
જેની તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે જણાવી દઈએ કે લગ્ન બાદ અલ્પા બહેન પતિ ઉદય સાથે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે શુભ કામ ની શરૂઆત માં દરેક વ્યક્તિ ભગવાનના આશીર્વાદ લેવા માટે જાય છે. આમ અલ્પા બહેન પણ પોતાના નવા જીવન શરુ કરતા ની સાથે જ પહેલા ખોડિયાર માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા છે. જેના અમુક ફોટાઓ અલ્પા બહેને જાતે જ સોશ્યલ મીડિયા પર સેર કર્યા છે. જણાવી દઈએ કે તેઓ પતિ ઉદય ગજેરાના નિકોલના ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયા.
જણાવી દઈએ કે ખોડિયાર માતાજી ના દર્શન કરતા સમયે અલ્પા બહેન અને ઉદય બંને ગુલાબી રંગના કપડામાં શોભી રહ્યા હતા. આ સમયે અલ્પા બહેને ગુલાબી રંગની સાડી પહેરીને સદા તૈયાર થયા હતા જયારે ઉદય ગુલબી શર્ટ અને પેન્ટ માં હતા ફોટાઓમાં આ નવ દંપતી ઘણી સુંદર લાગી રહી હતી. આપણે સૌ જાણીએ છીએ કે અલ્પા બહેને 17 ફેબ્રુઆરીના રોજ ઉદય સાથે સાત ફેરા લીધા હતા. આ સમયે તેમના લગ્નમાં અનેક ગુજરાતી કલાકારો હાજર હતા.
જો વાત અલ્પા પટેલ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે અલ્પા પટેલે ઘણી નાની ઉંમરમાં પિતાનો સાથ ગુમાવ્યો હતો તેઓ માત્ર એક વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. જો કે આ સમયે અલ્પા પટેલ ના ઘર ની સ્થિતિ ઘણી ખરાબ હતી અને તેમની માતા તથા ભાઈ મજૂરી કામ કરતા હતા નબળી આર્થિક પરિસ્થિતિ ના કારણે અલ્પા પટેલ નો ઉછેર અને ભણતર તેમના મામા ને ત્યાં થયું અહીં તેમણે ધોરણ 12 અને તે બાદ પિટીશિ નો અભ્યાસ કર્યો.
જો કે જણાવી દઈએ કે અલ્પા પટેલ ને સંગીત નો વાર્ષો પોતાના નાના તરફથી મળ્યો છે. તેમને સ્ટેજ પર ગાતા જોઈને અલ્પા પટેલ પણ આ દિશા તરફ આગળ વધ્યા અને પરિવારને આર્થિક મદદ કરવા માટે માત્ર 11 વર્ષની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કરી દીધુ તેઓ શરૂઆત માં ફક્ત 50 રૂપિયા જ ફી લેતા હતા અને હવે સમય બદલાયો છે હાલમાં તેઓ 1 થી 1.25 લાખ રૂપિયા જેટલી ફી લે છે. આમ અનેક મુસિબત નો સામનો કરીને તેમણે સફળતા ના શિખરો સર કર્યા છે.
જણાવી દઈએ કે તેમનો જન્મ અમરેલી જીલ્લા ના બગશરા તાલુકા ના નાના મુન્ઝીયાસર ગામમાં વર્ષ 1989 માં થયો હતો અને હાલમાં તેમના લગ્ન પણ અહીં જ થયા છે આ સમયે આખો મંડપ ફૂલો વડે શણગારેલ હતો અને અલ્પા બેન અને ઉદય બંને આછા ગુલાબી રંગના કાપડમાં ઘણા જ સુંદર લાગી રહ્યા હતા. જાણકારી માટે જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ એટલે કે 9 નવેમ્બર ના રોજ અલ્પા બહેને ઉદય ગજેરા સાથે સગાઇ કરી હતી
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.