India

એક નાની એવી ભુલ ને 10 વર્ષ ને બાળકને હ્દય કંપાવે તેવું મોત મળ્યુ! બની એવી ઘટના કે…

Spread the love

દરેક માતા પિતા તેમના બાળકને બહુ જ પ્રેમ કરતાં હોય છે અને આથી બાળકને કઈ પણ થાય તો તેઓની જાન જતી રહેતી હોય છે. આમ તો દરેક માતા પિતા પોતાના બાળકને લઈને સાવચેત અને ચિંતામાં હોય તે સ્વાભાવિક બાબત ગણાય છે. એમાં પણ ઘણીવાર માતા પિતાની બેદરકારીના કારણે બાળકને નુકશાન પણ પહોચી જતું હોય છે. થોડીવાર માટે પણ જો બાળકનો અવાજ ના આવે તો માતા પિતા બંને ચિતામાં જોવા મળે છે. ત્યારે મુંબઈ થી એક આવા જ નાના બાળક નો એક ખોફનાક કિસ્સો સામે આવી રહ્યો છે. જ્યા સુપ્રભાત હાઉસિંગ સોસાયટી ની લિફ્ટ ખરાબ થવાના કારણે 10 વર્ષ ના બાળક નું દર્દનાક અવસાન થયું છે.

હાલમાં તો આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે. બાળકો ની માતાએ સોસાયટી ના લિફ્ટ ના ચોકીદાર અને એક ટેક્નિશિયન પર લાપરવાહી ના આરોપ લગાવ્યા છે. આ ઘટના 7 જૂન ની છે આ ઘટના અંગે માતા નું કહેવું છે કે તેમની ભૂલ ના કારણે જ મારા બાળક નું મોત થયું છે. નાના માસુમ બાળક નું આમ અવસાન થવાથી માતાની હાલત પણ ખરાબ જોવા અમલી આવી છે. હાલમાં તો પોલીસ એ ત્રણ આરોપીઓ ની વિરુદ્ધ લાપરવાહીના આધારે મોત થવાનું કારણ ને નોંધ્યું છે.વધુમાં માહિતીમાં જાણવામાં આવ્યું કે મૃતક બાળક નું નામ રુદ્ર છે.

જેની 30 વર્ષની માતા પ્રિયંકા બરહાટે એ આ ઘટના ના પગલે ફરિયાદ કરતા કહ્યું હતું કે તે પોતાના પતિ, ચાર બાળકો અને બનેવી પ્રશાંત ની સાથે લલ્લુભાઇ કમ્પાઉન્ડ માં સુપ્રભાત હાઉસિંગ સોસાયટી ના 5 માં માળમાં રહેતી હતી. તેમને કહ્યું કે હાઉસિંગ સોસાયટી એ લિફ્ટ ખરાબ હોવાની ફરિયાદ રજીસ્ટર નહોતી કરી. જ્યારે અહીં રહેતા લોકોએ વ્હોટ્સઅપ ગ્રુપ દ્વારા લિફ્ટ ખરાબ થયા હોવાની ફરિયાદ ઘણીવાર કરી હતી. 6 જૂન ના રોજ જ્યારે તેમના બનેવી કામ પરથી પરત આવ્યા ત્યારે લિફ્ટ બંધ જોવા મળી હતી. તેમને જોયું કે કોશાધ્યક ની ઉપસ્થિતિ માં એક ટેક્નિશિયન લિફ્ટ ની માર્રામત કરી રહ્યો હતો.

જેના પછી પ્રશાંત એ કોષાધ્યક્ષ ને કહ્યું પણ કે જ્યા સુધી લિફ્ટ સંપૂર્ણ સારી ના થઇ જાય ત્યાં સુધી બંધ રાખવી જોઈએ. લિફ્ટ ઘણીવાર બંધ હાલત માં જ હોય છે. બીજા દિવસે જ્યારે તેઈ માતાએ તેને બિલ્ડીંગ ની પાસેની દુકાને કોઈ વસ્તુ લેવા માટે મોકલ્યો હતો થોડીવાર પછી 7 માં માળની નજીક લોકોની ભીડ જામી ગઈ હતી અને જ્યારે તેને ત્યાં જઈને જોયું તો રુદ્ર જમીન પાર બેહોશ હતો. ત્યાં ના હાજર લોકોએ કહ્યું એ તેઓએ રુદ્ર ને લિફ્ટ શાફ્ટ થી બહાર કાઢ્યો છે. જેના પછી સ્થાનિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ના ડોક્ટરો એ તેને મૃત જાહેર કર્યો હતો.

માતા પ્રિયંકા એ ફરિયાદ માં કહ્યું કે આસપાસ ના લોકો થી જાણવામાં આવ્યું કે રુદ્ર ના લિફ્ટમાં જતા જ તેમાં ખરાબી આવી ગઈ હતી અને લિફ્ટ 5 માં માળે ઉભી રહેવાના કારણે 7 માં માળે જઈને બહુ જ ઝડપથી ઉભી રહી હતી અને એમાં પણ 7 માં માળથી 13-14 ઇંચ ઉપર લિફ્ટ ઉભી હતી. રુદ્ર ને બહાર કાઢવાના પર્યટન કર્યા પરંતુ તે વચ્ચે રહેલ ગેપ માં પડી ગયો. જેનાએ કારણે તેને ગંભીર ઈર્જા થઇ હતી, અને આમ બિલ્ડીંગ કમિટી ની લાપરવાહી ના કારણે એક માસુમ એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં તો આ ઘટના ના પગેલે સોસાયટી ના 3 સભ્યો ની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *