17-વર્ષ ની વિદ્યાર્થીની એ ભર્યું એવું પગલું કે જાણી ને હદય કંપી ઉઠશે! હોસ્ટેલ માં બહેનપણી એ રૂમ નો દરવાજો ખોલતા જ,
ગુજરાતમાં આપઘાતની ઘટના બનવી હવે સામાન્ય બની ગઈ છે. જીવનમાં આવતી મુશ્કેલી થી હારી જઈને લોકો આપઘાત કરી લેતા હોય છે. સુરત શહેરમાંથી 17 વર્ષની એન્જિનિયરિંગ ની વિદ્યાર્થીએ પોતાની હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. વધુ વિગતે વાત કરવામાં આવે તો ઘટના સુરત શહેરમાં બની હતી.
જ્યાં ડાંગના વધઈ તાલુકાના બારખડીયા ગામની 17 વર્ષની દેવાંશી ઈશ્વરભાઈ પાલવે કે જે સુરતના પીપલાદમાં આવેલી એસવીએનઆઇટી કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરી રહી હતી. દેવાંશી કોલેજના પ્રથમ વર્ષમાં હતી. શુક્રવારે સાંજે 4:30 વાગ્યાની આજુબાજુ અન્ય કોઈ વિદ્યાર્થીએ જ્યારે દેવાંશીના રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.
જે બાદ ઘટના બહાર આવી હતી. દેવાંશી ઉત્તરાયણ ની રજા ઉપર ઘરે ગઈ હતી ત્યારબાદ હોસ્ટેલમાં પરત ફરી હતી. જાણવા મળ્યું કે આપઘાત કરતા પહેલા દેવાંશી એ તેના મમ્મી સાથે વાત પણ કરી હતી અને ત્યારબાદ આપઘાત કરી લીધો હતો. ઘટના જોતા પોલીસને પ્રાથમિક તપાસમાં અભ્યાસના તણાવને કારણે અંતિમ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે. દેવાંશીના રૂમમાંથી એક રજા ચિઠ્ઠી પણ મળી આવી હતી.
જેમાં તેને લખ્યું હતું કે તેની તબિયત સારી ન હોવાને કારણે તેને ગણિતનું પેપર આપ્યું ન હતું. આથી તેને ગણિતનું પેપર ફરિવાર આપવા દેવામાં આવે. આમ આખી ઘટના બહાર આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર આવીને દેવાંશીની લાશને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પરિવારને જાણ કરી હતી. 17 વર્ષે ની દેવાંશી એ આ પગલું ભરી લેતા પરિવાર ખૂબ જ દુઃખમાં પડી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!