લઠ્ઠાકાંડ- 12-કલાક માં બાપે તેના બે જુવાનજોધ દીકરા ને ખોયા. એકભાઈ ના અંતિમસંસ્કાર કરી ઘરે આવ્યા ત્યાં…
હાલ બોટાદ જિલ્લા ના રોજિદ ગામે જે દારૂ નો લટ્ઠાકાંડ થયો તેણે આખા ગુજરાત ના લોકો સમેત તંત્ર ની પણ ઊંઘ ઉડાડી દીધી છે. આખા દિવસ માં ધીરેધીરે મૃત્યુ નો આંકડો વધતો જ રહે છે. હવે મૃત્યુ નો આંકડો ક્યાં જય ને અટકશે તે તો આવનારો સમય જ બતાવશે. બોટાદ જિલ્લા ના બરવાળા ના રોજિદ ગામમાં બનેલી ઘટના બાદ એકસાથે 15-20 જેટલી એમ્બ્યુલન્સો એકસાથે રસ્તા પર દોડી રહી હતી.
આકરું નામના ગામ માંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક જ ઘર ના બે દીકરાઓ ને મોત ની પોટલી ભરકી ગઈ એક જ ઘર ના બે યુવકો ના મૃત્યુ થતા આખા ગામમાં ભારે દુઃખ નો માહોલ સર્જાયો હતો. આકરું ગામમાં રહેતા 25-વર્ષીય ભાવેશભાઈ ઝેરી દારૂ પીય ને ઘરે આવ્યા હતા. ત્યારબાદ તે ઘરે સુતા હતા આ સમયે અચાનક જ તેના મોઢા માંથી ફીણ નીકળવા લાગ્યા હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પુત્ર ના અંતિમ સંસ્કાર કરી ને હજુ ઘરે જ આવ્યા ત્યાં તો થોડા જ સમય માં મૃતક ના નાના ભાઈ કિશનભાઇ ચાવડા ને પણ આવું જ થયું તેના મોઢા માંથી અચાનક ફીણ નીકળવા લગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સંસારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આમ એક જ ઘર ના બે ભાઈઓ ના મૃત્યુ થતા પરિવાર માથે આભ ફાટે તેવી મુસીબત આવી પડી હતી.
મૃતક ના પિતા એ જણાવ્યું કે, તેમના ઘર માં 10-લોકો છે. પિતા ને ચાર પુત્રો છે પરંતુ કમાનારા માત્ર તે બે જ હતા જે મૃત્યુ પામ્યા. પિતા કહે છે કે હવે તેમને કશું પણ સમજાતું નથી કે તેમના પરિવાર નું આગળ શું થશે. આ કરુંણ બનાવ બનતા પરિવાર અને ગામના લોકો માં શોક નું મોજું ફરી વળતા આખું ગામ હીબકે ચડ્યું હતું. પોલીસે આ લઠ્ઠા કાંડ માં ઘણા આરોપીઓ ની ધરપકડ કરી છે. અને તેમની સામે ગુનો નોંધ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!