રાજકોટ-ગોંડલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકો ને ભરકી ગયો કાળ પરિવાર ના સભ્યો પહોંચતા,
ગુજરાતમાંથી રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ક્યારેક એવા ભયંકર અકસ્માતો થતા હોય છે કે લોકો મોતને ભેટતા હોય છે. ટ્રાફિક ના નિયમો કડક હોવા છતાં પણ લોકો બેફામ રીતે વાહનો ચલાવતા હોય છે. એવી જ એક ઘટના રાજકોટ ગોંડલ હાઇવે થી સામે આવી છે. જેમાં અકસ્માત થતા એક સાથે બે લોકો મોતને ભેટ્યા છે.
વધુ વિગતે વાત કરીએ તો ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભુણાવા ચોકડી પાસે અકસ્માતની આ ઘટના બની હતી. જેમાં અકસ્માતમાં પટેલ સમાજના એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવતી ને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી હતી. જાણવા મળ્યું કે રાજકોટ જિલ્લાના કોઠારીયા ગામના અને રાજકોટ શહેરમાં ન્યારી ડેમ નજીક આવેલા ડીરાશા કાફેમાં મેનેજર તરીકે નોકરી કરી રહેલા
22 વર્ષના યુવાન હર્ષ ભરતભાઈ ભાલાળા તેની કારમાં ગોંડલ તરફ જઈ રહ્યા હતા. પોતાની કાર ટાટા હેરીયરમાં ગોંડલ તરફ આવી રહ્યા હતા ત્યારે ભુણાવા ચોકડી નજીક ટ્રક નંબર જીજે 07 એક્સ 7950 આવીને કાર સાથે અથડાયો અને એવો ભયંકર અકસ્માત સર્જાયો કે યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. આ ઘટનામાં અન્ય એક યુવતી ઘાયલ થઈ હતી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી.
ટૂંકી સારવાર બાદ યુવતી પણ મોતને ભેટી હતી. મૃતક હર્ષના પરિવારજનોને અકસ્માતની જાણ થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે આવીને વધુ વિગતે કાર્યવાહી હાથ ધરી હતી. આમ ટ્રાફિકના નિયમો એટલા બધા કડક હોવા છતાં પણ રોજબરોજ આવા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ક્યારેક સામેવાળાની બેદરકારી નો ભોગ અન્ય નિર્દોષ લોકો બનતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!