સુરત માં કાયદા વ્યવસ્થા નો ડર ના હોય તેમ ધોળા દિવસે એક ટ્રક ડ્રાયવર નું કરવામાં આવ્યું અપહરણ, જુઓ વિડીયો.
ગુજરાત માં દિવસે દિવસે ગુનાના બનાવો એ માથું ઉચક્યું છે. રોજબરોજ એવા એવા કિસ્સાઓ સામે આવે છે કે, એમ લાગે છે કે ગુજરાત માં કાયદો અને વ્યવસ્થા નો કોઈ ને મન માં કોઈ જાતનો ડર જ ના રહ્યો હોય. એવી રીતે બેફામ રીતે કાયદા ની ધજીયા ઉડાવી રહ્યા છે. ક્યારેક ખૂનખરાબ ના કેસ ક્યારેક મારામારી ના કેસ, તો ક્યારેક અપહરણ ના કેસ સામે આવતા રહે છે. ગુજરાત માં બીજા રાજ્યો ની જેમ ખુબ જ ગુના ના કેસો સામે આવવા લાગ્યા છે. હાલ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધોળા દિવસે સુરત શહેર માં એક ટ્રક ડ્રાયવર નું અપહરણ કરવામાં આવ્યું છે.
વધુ વિગતે જાણવા મળ્યું કે, એક ટ્રક ડ્રાયવર ને તેના માલીક તરફથી છેલ્લા 6 મહિના નો પગાર આપવામાં નોતો આવ્યો. આથી ટ્રક ડ્રાયવર જયારે રાજપીપળા ના બોધેલી થી ટ્રક માં રેતી ભરી ને આવતો હતો. પગાર ન આપવાના વિરોધ માં ટ્રક ડ્રાયવરે રાજપીપળા ના હાઇવે પર જ ટ્રક ટેકવી દીધો. આ વાત ટ્રક ના માલિક ને જાણ થતા. ટ્રક ના માલિક વિજય નાગેશ્રી અને અન્ય બે લોકો એ સુરત માં ટ્રક ડ્રાયવર સાથે મારપિટ કરી હતી.
આ ત્રણેય લોકો એ ટ્રક ડ્રાયવર ને ધોળા દિવસે રસ્તા પર ઢોર માર માર્યો અને ટ્રક ડ્રાયવર ને કાર ની ડિક્કી માં બંધ કરી દીધો. ટ્રક ડ્રાયવર નું અપહરણ કરી ને કાર માં લઇ ગયા હતા. આ વિડીયો ત્યાં ઉભેલા એ ફોન માં કેદ કરી લીધો હતો. જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો ને પોલીસ નો કોઈ જ ડર ના હોય તે રીતે ગુનાઓ આદરતા રહે છે. અને નિર્દોષ નાના ઘર ના લોકો આનો ભોગ બનતા રહે છે. જુઓ વિડીયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!