હિન્દૂ-મુસ્લિમ એકતા નું અનોખું ઉદાહરણ ! મુસ્લિમ ભાઈઓ એ હિન્દૂ ભાઈ ની અર્થી ને કાંધ આપી અને…
આજકાલ સમાચાર માં બસ એક જ વાત હેડલાઈન બને છે. નૂપુર શર્મા ના વિરોધ માં જે ઘટના બની છે તે. આજે હિન્દૂ મુસ્લિમ વચ્ચે આવી ઘટના ખુબ જ વધતી જાય છે. એવામાં બિહાર ના પટના માંથી હિન્દૂ-મુસ્લિમ એકતા નું ઉદાહરણ પૂરું પાડતી એક સુંદર ઘટના સામે આવી છે. આ ઘટના જોઈ ને લોકો ની આખો ભીની થઇ રહી છે. લોકો આ મુસ્લિમ ભાઈઓ ના વખાણ કરી રહ્યા છે.
ઘટના કંઈક એવી બની કે, એક મુસ્લિમ ભાઈ ની દુકાન માં એક હિન્દૂ ભાઈ છેલ્લા 25-30 વર્ષ થી કામ કરી રહ્યા હતા. જે હિંન્દુ ભાઈ નું મૃત્યુ થયું તેનું કોઈ ના હતું. તો મુસ્લિમ ભાઈઓ એ ભેગા થઇ હિન્દૂ વિધિ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કર્યા. વધુ વિગત આ પ્રમાણે છે કે, 25-30 વર્ષ પહેલા રામદેવ નામના યુવાન પટના ના રાજા બજાર માં ભટકતા ભટકતા સબરપુર માં રહેતા મોહમ્મદ અરમાન ની દુકાને આવે છે.
અરમાન ભાઈ એ તેને દુકાન માં કામ આપ્યું. અને તેના પરિવાર ના સદસ્ય ની જેમ રાખ્યા. પરંતુ, શુક્રવારે રામદેવ ભાઈ નું 75-વર્ષ ની વયે મૃત્યુ થયું. રામદેવ ભાઈ ના સગાવ્હાલા નોતા. એટલા માટે મુસ્લિમ ભાઈઓ એ પોતાના હાથે નનામી તૈયાર કરી. બાદ માં રામદેવભાઈ ની અંતિમ યાત્રા કાઢી. અંતિમ યાત્રા માં મુસ્લિમ ભાઈઓ ” રામ નામ સત્ય હે ” બોલતા સ્મશાન ઘાટ લઇ ગયા.
અને રામદેવભાઈ ના અંતિમ સંસ્કાર કર્યા. અંતિમ વિધિ માં મુસ્લિમ ભાઈઓ મોહમંદ રિઝવાન, દુકાન ના મલિક મોહમ્મદ અરમાન, મોહમ્મદ રશીદ અને મોહમ્મદ ઇઝહરે બધી વિધિ મળી ને કરી હતી. આમ આ મુસ્લિમ ભાઈઓ એ ખરેખર એકતા નુ એક અનોખું ઉદાહરણ પાડ્યું છે. આજે દેશ ધર્મ ના નામ પર લડી રહ્યો છે. એવામાં આ એક કોમી એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!