India

શહેર ની વચ્ચોવચ બનાવ્યુ ખુબ જ સુંદર માટીનું ઘર ! ઘરની ખાસીયતો જાણી ચોકી જશો…જુઓ તસવીરો

Spread the love

દરેક વ્યક્તિને પોતાનાં સપાનાનું ઘર બનાવવાની ઈચ્છા હોય છે, આજે અમે આપને એવા દંપતી વિશે જણાવીશું જેમણે શહેરોની વચ્ચે માટીનું મકાન બનાવેલું છે. આ મકાન માટીનું ભલે હોય પરંતુ પ્રકૃતિની ઉત્તમ ભેટમાંથી બનાવેલ છે. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ ઘરની ખાસિયત શું છે અને આ ઘર બનાવનાર કોણ છે, તેની સંપૂર્ણ વિગતો જાણીએ.

હાલમાં જ બેટર ઇન્ડિયન અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, પુણેના કોથરુડ વિસ્તારની મહાત્મા સોસોયટીમાં તમને એક અનોખું માટીનું ઘર જોવા મળશે. આ ઘર અન્વિત ફાટકનું છે. આ ઘર સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે અને આ ઘર ઇકોફ્રેન્ડલી તરીકે ઓળખાય છે. આ ઘર બનાવનાર વ્યક્તિ વિશે આપણે જાણીએ તો, અન્વિત પુણેમાં એક શાળા ચલાવે છે અને તેઓ ખૂબ જ પ્રકૃતી પ્રેમી છે અને તેમના જીવનના દરેક પ્રસંગો અને વસ્તુઓને પ્રકૃતિ સાથે જોડે છે.

તેમને પોતાનું ઘર માટીનું બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેમણે ઇકોલોઝીનો કોર્સ કર્યો હતો ત્યારે જ આર્કિટેક મલખ સિંહ તેમને જણાવ્યું હતું કે, આજન સમયમાં લોકો વાસ અને માટીનું ઘર બનાવે છે. આ સમયગાળમાં મિસ્ટડ ફાટક સાહેબ ઘર બનાવવાનું વિચારી રહ્યા હતા અને માટીના ઘરનો આઇડીયો ગમી જતા તેમને પુણેના આર્કિટેક પાસે ઘર બનાવડાવ્યું.

માત્ર 3500 સ્કવાયર ફુટમાં ઘર બનાવ્યું અને આ ઘર ભલે નાનું બન્યું પણ ખૂબ જ શાંતિવાન અને પ્રાકૃતિક છે. આ ઘર વર્ષ 2018માં બનવાનું શરૂ કર્યું હતું.આ ઘર બનાવવા માટે માત્ર માટી અને વાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘરમાં ત્રણ રૂમ છે તેમજ બહારથી પણ વધુ આકર્ષક દેખાય છે અને આ ઘરને લોકો નાનું કહે છે પરંતુ ખરેખર આ ઘર નાનું નહિ પણ કોઝી તરીકે ઓળખાય છે.

આ ઘર ખૂબ જ પ્રાકૃતિક છે કારણ કે, આ ઘરના વાતાવરણને અનુરૂપ ઠંડક અને ગરમીની અનુભૂતિ થાય છે તેમજ ઘરમાં પ્રકાશ પણ કુદરતી રીતે જ પડે છે. ખાસ કરીને આ ઘરના આસપાસનાં વાતાવરણને પણ કુદરતી રીતે બનાવમાં આવ્યું છે તેમજ એક નાનું એવું ગાર્ડન બનાવામાં આવ્યું છે, જેમાં ઓર્ગનીક ખેતી પણ કરવામાં આવે છે.

ફાટક પરિવાર માટે આ ઘર નાનું નહિ પણ કુદરતની અમૂલ્ય ભેટ સમાન છે કારણ કે, આ ઘર અન્ય સિમેન્ટ અને પથ્થરમાંથી બનેલ નથી પણ કુદરતી તત્વો જેમ કે, લાકડા અને માટીમાંથી બન્યું છે, જે તેમને શાંત અને સારું વાતાવરણ પૂરું પાડે છે. આ ઘર દરેક લોકો માટે એક પ્રેરણાદાયી છે કારણ કે એ સાબિત કરે છે કે, પ્રકૃતી એ આપણું જતન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *