દ્વારાકામાં બની ખુબજ દુઃખદ ઘટના ! અઢી વર્ષની દીકરી મોત સામે જંગ હારી, પુરી ઘટના જાણી રડી પડશો…જાણો વિગતે
મિત્રો વાત કરવામાં આવે તો આ દુનિયામાં મોત કોને, ક્યારે અને કેવી રીતે આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવામાં હાલ એક તેવોજ મોતનો ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે જે સાંભળી તમે પણ ભાવુક થઇ જશો. આ કિસ્સો ગુજરાતના દ્વારકા જિલ્લા માંથી સામે આવી રહ્યો છે જ્યા એક અઢી વર્ષની નાની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગયી અને જે બાદ તેને સલામત બચાવી પણ લીધી હતી પરંતુ ભગવાનને બીજું જ મંજુર હશે સારવાર દરમિયાન તે નાની બાળકીનું મૃત્યુ નીપજ્યું છે.
તમને જણાવીએ તો આ કિસ્સો દ્વારકાના રાણ ગામ માંથી સામે આવી રહ્યોક છે જ્યાં અઢી વર્ષની એંજલ શાખરા બપોરે 1 વાગ્યે રમતી વખતે 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. આમ જે બાદ પરિવારને આ ઘટનાની જાણ થતા તેમણે તરતજ ઘટના સ્થળે એનબ્યુલન્સને પણ બોલાવી લીધી હતી આ સાથે ત્યાં જિલ્લા કલેકટર તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ પણ પહોંચી ગયા હતા જે બાદ તરતજ NDRF ને કોલ કરવામાં આવ્યો.\
તેમજ આ સાથે આર્મીની ટિમ પણ તેમની મદદે આવી પહોંચી હતી આમ તે પછી 9 કલાકની મહેનત બાદ બાળકીને બોરવેલ માંથી બહાર કાઢી લેવામાં આવી અને તેને તરતજ નજીક ની ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જે બાદ સારવાર દરમિયાન એંજલનું દુઃખદ મોત થયું છે. આમ વાત કરવામાં આવે તો આવી ઘણી બધી ઘટના દેશના અલગ અલગ રાજ્ય માંથી સામે આવતી હોઈ છે.\
આવી ઘટનાનો પાછળ પરિવારની બેદરકારી સામે આવતી હોઈ છે. તેમજ વહીવટી તંત્રના ગેર વ્યાજબી કામ ને લીધે આવી ઘટના બનતી હોઈ છે. આમ ઘણી ઘટનાઓમાં જ્યાં રાહત કાર્ય દ્વારા બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવતું હોઈ છે તો વળી ઘણી વખત આ ઘટનામાં કોઈ બાળકે ઊંડા બોરવેલમાં પડી જવાથી પોતાનો જીવ ગુમાવતા હોઈ છે.