મહિલા નો પાલતુ કૂતરો લિફ્ટ માં નાના બાળક ને બચકું ભરી ગયો. બાળક દર્દ થી પીડાતો રહ્યો મહિલા તમાશો જોતી રહી.. જુઓ વિડીયો.
આપણા સમાજમાં એવા ઘણા લોકો હોય છે કે જેને પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખવા નો અનોખો શોખ હોય છે. એટલે કે ઘર માં બિલાડી, કુતરા એવા પાલતુ પ્રાણીઓ પાળતા હોય છે. અને પોતાના ઘર ના સદસ્ય ની જેમ તેની પરવરીશ કરતા હોય છે. આવા લોકો એવા હોય છે કે તે લોકો જો ફરવા જાય તો આવા પાલતુ પ્રાણીઓ ને પોતાની સાથે જ લઈ જતા હોય છે. સમય સમય પર તેને ભોજન આપે છે. સમય સમય પર તેને આટો મારવા પણ લઈ જતા હોય છે.
અને આવા પાલતુ પ્રાણી તેના માલિક ના ખૂબ જ નજીક હોય છે. અને માલિક ના ઘર માં અજાણ્યા વ્યક્તિ આવે તો તેને ઉપર તરત ભસવા લાગતા હોય છે. પરંતુ આવા પાલતુ પ્રાણીઓ ક્યારેક મનુષ્ય ઉપર હુમલાઓ પણ કરી બેસતા હોય છે. અને લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. એવો જ એક વિડીયો ભારતના ગાઝીયાબાદ શહેર થી સામે આવ્યો છે. આ વિડીયો નંદગ્રામ વિસ્તારના રાજનગર એક્સટેન્શન ચાન્સ કાઉન્ટી સોસાયટીનો છે. આ વિડીયો વાયરલ થતાની સાથે લોકો અવનવીપ્રતિક્રિયા વાપરી રહ્યા છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાના એપાર્ટમેન્ટ ની લિફ્ટ માં એક પાલતુ કૂતરા ને લઈને જતી હતી. આ લિફ્ટમાં મહિલા અને કુતરા ની બાજુમાં એક નાનો બાળક દફતર લઈને એટલે કે સ્કૂલબેગ લઈને ઉભો હતો. અચાનક આ નાનો કૂતરો આ બાળક ઉપર હુમલોક કરીને તેને કરડી ગયો. બાળક ને કૂતરો કરડી ગયો ત્યાં બાળક દર્દથી પીડા તો હતો. પરંતુ કુતરા ની સાથે રહેલી મહિલા આ બાળકને પાસે ગઈ પણ નહીં તેનો દર્દ પણ જાણવાની કોશિશ ન કરી. માત્ર તમાશો જોતી રહી હતી.. જુઓ વિડીયો.
ग़ाज़ियाबाद के राजनगर एक्सटेंशन की चार्म्स कॉउंटी सोसाइटी का वीडियो,लिफ्ट में कुत्ते ने एक बच्चे को काटा,बच्चा कराहता रहा,लेकिन कुत्ते को ले जा रही महिला का दिल नहीं पसीजा pic.twitter.com/33svYcAE1B
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) September 6, 2022
અને બાળક દર્દ થી પીડા તો રહ્યો. જ્યારે લિફ્ટ ઉભી રહી ત્યારે મહિલા કૂતરા ને લઈને બહાર નીકળી ગયા. એના બાળક દર્દ થી પીડા તો રહ્યો. આ મામલો સપ્ટેમ્બર-5 ના સાંજ છ વાગે બન્યો હતો. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધના કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લોકો એ આ મહિલાને આ અંગે જાણ કરી તો મહિલા ને ત્યારે પણ કોઈ ફરક પડ્યો ન હતો. આમ આ વિડીયો વાયરલ થતા ની સાથે લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને મહિલા પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!