શું વાત છે !! આ દેશમાં ફક્ત રહેવા માટે સરકાર આપી રહી છે 71 લાખ રૂપિયા, દેશનું નામ જાણી તમે પણ થેલા પોટલાં પેક કરવા લાગશો….
વિદેશમાં ફરવું તે એક ખુબ જ મોટો અનુભવ છે એવામાં અનેક લોકો હાલ જુગાડ કરીને તો અમુક લોકો ટુરિસ્ટ વિઝા પર વિદેશના પ્રવાસે જતા હોય છે પરંતુ વિદેશમાં જ વસવાટ કરવો તે ખુબ મુશ્કેલ કાર્ય બની જાય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવા દેશ વિશે જણાવાના છીએ જ્યા રહેવા માટે તમારે નહીં પરંતુ ખુદ તમને સામેથી સરકાર પૈસા આપશે, આવું જાણ્યા બાદ તમને પણ વિચાર થવા લાગશે કે આવું તો ક્યાં દેશમાં હશે વળી.તો ચાલો જણાવીએ પુરી વાત.
આ દેશ બીજો કોઈ નહીં પરંતુ આયર્લેન્ડ છે જ્યા લોકોને ત્યાં જ દેશમાં વસવા માટે 71 લાખ રૂપિયા આપવામાં આવે છે, આ દેશ એક દ્વીપ હોવાને લીધે અહીંની સરકાર પોતાની આબાદી વધારવા માંગે છે આથી જ તેઓએ આ મોટી સ્કીમ લઈને આવ્યા છે જેથી દેશની વસ્તીમાં વધારો થાય અને ધીરે ધીરે કરતા ત્યાં સૌકોઇનું જીવન પણ બદલાય. તમને જાણતા નવાય લાગશે કે આ દેશની અંદર ‘આર લિવિંગ આયર્લેન્ડ’ નામની નીતિ શરૂ કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ દેશની આબાદી વધારવાનો છે.
આ યોજનાની અંદર 30 દ્વીપોના સમુદાયનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પુલો સાથે તેમજ દરિયાઈ તટ સાથે કનેક્ટેડ નથી આથી જ સરકાર અહીં નવા લોકોને વસાવીને વસ્તીમાં વધારો કરવાની ઈચ્છા ધરાવે છે. અહીં રહેવા માટે ખાસ કરીને એક વ્યક્તિને 71 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ફાળવામાં આવી રહી છે. આ યોજનાનો બીજો એક હેતુ એ પણ છે જે જે પ્રોપર્ટી દ્વીપ પર છોડવામાં આવી છે તેનો તમામનો ઉપયોગ કરવામાં આવે અને તેને પુનઃસ્થાપિત કરવામાં આવે.
અહીં રહેવા માટે જે પણ વ્યક્તિ આવશે તેને આ દ્વીપ પર એક સંપત્તિ ખરીદવી પડશે જે 1993 પેહલા બનેલી હોવી જોઈએ તેમ જ બે વર્ષોથી ખાલી રહેલી હોવી જોઈએ. યોજનાને અંતર્ગત જે પણ રૂપિયા મળશે તે તમામ ખર્ચ ઘર બનાવામાં તેમ જ તેને સુધારવામાં અને ડેકોરેશનમાં જ લગાવી શકાય છે. આ દેશમાં તમે જવા માટે ઇચ્છુક હોવ તો 1 જુલાઈ સુધીમાં તમે તેનું રજીસ્ટ્રેશન કરી શકો છો.