આ સમયે આટલી રોટલી ખાશો તો તમને થશે આ આ ફાયદા, જો વધારે રોટલી ખવાય ગઈ તો થઇ શકે આ નુકશાન..જાણી લ્યો પુરી વાત
રોટલી આપણા દૈનિક ખોરાકનું એક એવું અંગ બની ગયું છે જેના વગર તમામ ખોરાક અધૂરા માનવામાં આવે છે, હાલના સમયમાં દરેક ઘરોમાં જમવામાં રોટલી ફરજીયાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભારતની કોઈ પણ સબ્જી કે શાક રોટલી વગર ખાવાથી અધૂરું જ લાગે છે, એવામાં હાલ અમે તમને રોટલી ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ તે અંગેની માહિતી આ લેખના માધ્યમથી આપવાના છીએ.
જો રોટલીને વધારે પ્રમાણમાં ખાય લેવામાં આવે તો તેનાથી વજન વધારો અને પાચનની પ્રક્રિયા મુશ્કેલ થતી હોય છે જ્યારે ઓછી ખાતા હોઈએ તો તેમાંથી આપણને જરૂરી કેલેરી પ્રાપ્ત થતી હોતી નથી આથી જ રોજની પુરુષો તથા મહિલાઓને કેટલા પ્રમાણમાં રોટલી ખાવી જોઈએ તે અંગેના ફાયદા અને નુકશાન વિશે આજના આ લેખમાં અમે તમને જણાવાના છીએ.
કહેવામાં આવે છે કે રોટલીને ચોખા અથવા તો ભાતથી પણ સૌથી વધારે હેલ્ધી માનવામાં આવે છે, રોટલીની અંદર વધારે કેલેરી અને કાર્બ્સ હોય છે જેથી તેનું વધારે સેવન કરવાથી તેમાંથી નુકશાનનો પણ ખતરો રહે છે. તમને જણાવી દઈએ કે ઘઉંની એક રોટલીની અંદર 104 કેલેરી હોય છે જેમાં 14થી20 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 60થી70 ગ્રામ કાર્બ્સ હાજર રહે છે. એવામાં ત્યાં જ ફેટ વિશે વાત કરવામાં આવે તો રોટલીમાં પ્રતિ 100 ગ્રામે લગભગ 9.2 ગ્રામ જેટલું ફેટ હોય છે.
હવે આવી તમામ બાબતોને માપતોલ કરીને રોટલીને ખાવામાં આવતી હોય છે, મહિલાઓ અને પુરુષો માટે રોટલી ખાવાની ક્ષમતા પણ અલગ અલગ રાખવામાં આવે છે. મહિલાઓને એક દિવસમાં 1400 કેલેરી જરૂરી હોય છે આથી તેઓને બે રોટલી સવારે અને બે રોટલી સાંજે ખાવી જરૂરી બની જાય છે જ્યારે પુરુષોને રોજની 1700 કેલેરીની જરૂરિયાત હોય છે આથી તેઓને સવારે ત્રણ રોટલી અને સાંજે ત્રણ રોટલી ખાવાની રહેતી હોય છે.વધારે પડતી રોટલી ખાવાથી શરીરને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.
જરૂરી વાત તો એ છે કે રોટલી ખાવા અને સુવામાં વધુમાં વધુ ત્રણથી ચાર કલાકનો ગેપ રાખવાનો રહે છે, એટલું જ નહીં રોટલી ખાયા બાદ વોક જરૂર કરવું જોઈએ જેથી પાચન આસાનીથી થઇ શકે. રોટલીને ક્યારેય ગેસ પર ન બનાવી જોઈએ કારણ કે રોટલીની અંદર હવા ભરાય જતા તે પેટને ભારે નુકશાન કરી શકે છે.