GujaratIndiaReligious

શું તમે જીગ્નેશ દાદાના જીવન સાથે જોડાયેલ આ વાત જાણો છો? ગુજરાતના આ ગામ સાથે તેમનો ખાસ સંબંધ ઘણી નાની ઉમરેજ તેમણે….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ ધરા પ્રભુ અને સંતો ની ભૂમિ છે અહી ભગવાન પણ સાક્ષાત મનુષ્ય રૂપમાં જન્મયા છે અહી અનેક સાધુ સંતોએ લોકોને જીવનની સાચી રાહ બતાવવાનું કામ કર્યું છે. આજે પણ અનેક સંતો લોકોને પોતાના જ્ઞાન ની મદદથી સાચા માર્ગ તરફ લઇ જવામાં મદદ કરે છે આપણે અહી આવાજ એક પ્રખ્યાત સંત અને કથાકાર વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની અમૃત વાણીથી અનેક લોકોના જીવન બદલી નાખ્યા છે.

આપણે અહી લોક પ્રિય કથાકાર જીગ્નેશ દાદા વિશે વાત કરવાની છે મિત્રો લોકો માં સામાન્ય રીતે એવી ધારણા રહેલી છે કે વૃદ્ધ વ્યક્તિઓ જ કથા અને ભજન સંભાળે છે પરંતુ આ એકદમ ખોટું છે જીગ્નેશ દાદાએ યુવાનો ને પણ કથા સંભાળતા અને ભજનો ગાતા તથા પ્રભુ ભક્તિ કરતા કર્યા છે. “ તાળી પાડોતો મારા રામની “, “ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ “, “ બધી માયા મૂડી મેલી “ જેવા અનેક ભજનો જીગ્નેશ દાદાએ ગયા છે કેજે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં ઘણા પસંદ આવ્યા છે.

આજનો યુવાન પણ જીગ્નેશ દાદા ની કથા ની રાહ જોતો હોઈ છે તો ચાલો આપણે અહી જીગ્નેશ દાદા અંગે જાણીએ. જણાવી દઈએ કે જીગ્નેશ દાદા ની કથાઓ ના શ્રોતા દેશ અને વિદેશમાં છે લોકો ભક્તિ ભાવથી તેમની કથા સાંભળે છે. જીગ્નેશ દાદા ની કથા સમયે લોકોની ઘણી ભીડ જોવા મળે છે જેમાં સૌથી વધુ યુવાનોની સંખ્યા હોઈ છે. જીગ્નેશ દાદા પોતાના જ્ઞાન અને ધાર્મિક પ્રવચન ને કારણે અનેક લોકોનું જીવન બદલી નાખ્યું છે અને લોકોના દિલમાં ખાસ સ્થાન અને સન્માન મેળવ્યું છે.

જણાવી દઈએ કે જીગ્નેશ દાદા નો જન્મ ગુજરાત ના અમરેલી જીલ્લાના કરિયા ચડ ગામમાં ૨૫ માર્ચ ૧૯૮૬ ના રોજ થયો હતો તેમની માતાનું નામ જયા બહેન જયારે પિતાનું નામ શંકર ભાઈ છે જીગ્નેશ દાદા ને એક બહેન પણ છે. જો વાત જીગ્નેશ દાદા ના પરિવાર અંગે કરીએ તો તેઓ ઘણી સામાન્ય પરિસ્થિતિ માંથી આવે છે. જો વાત જીગ્નેશ દાદા અ અભ્યાસ અંગે કરીએ તો તેમણે સ્કૂલી અભ્યાસ રાજુલા પાસેની જાફરાબાદથી મેળવી છે ઘણા ઓછા લોકો જાણતા હશે છે જીગ્નેશ દાદાએ એરોનોટિકલ એન્જીનીયર નો અભ્યાસ કર્યો છે.

આ ઉપરાંત જીગ્નેશ દાદાએ દ્વારકા મમા સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો છે. શરૂઆત માં તેમણે એક સંસ્થા માં સંસ્કૃતના શિક્ષક પણ હતા. જોકે જીગ્નેશ દાદા ને બાળપણ થી જ ભજનો ગાવાનો શોખ હતો તેમણે માત્ર ૧૬ વર્ષની ઉમરે પહેલી કથા પોતાના ગામમાં કહી હતી હાલમાં તેમણે ૧૫૦ પણ વધુ કથાઓ કરી છે. જણાવી દઈએ કે હાલમાં જીગ્નેશ દાદા સુરતમાં સરથાણા જકાતનાકા વરાછા પાસે રહે છે. આમ યુવાનો હોઈ કે વૃદ્ધ દેશ હોઈ કે વિદેશ દરેક જગ્યાએ જીગ્નેશ દાદાને લોકો ઘણા જ ભક્તિ ભાવથી સાંભળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *