Categories
India

કુદરત નો ખેલ ! ભાઈ ના જન્મ દિવસે જ બહેનનો છેલ્લો દિવસ અકસ્માત માં….

Spread the love

મિત્રો જે રીતે હાલમાં દેશ અને રાજ્યમાં અકસ્માત નો વધી રહ્યા છે તેના કારણે હવે એક વાર ઘરની બહાર ગયેલ વ્યક્તિ સહિસલામત ઘરે પરત ફરશે કે નહીં તે અંગે પણ શંકા રહે છે. જો કે અકસ્માત ન થાય તે માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવા છતા પણ તેનો કોઈ ફાયદા નજરે પડતો નથી. જેના કારણે આપણે લગભગ દરરોજ અકસ્માત ના કિસ્સાઓ જોતાં હોઈએ છે.

મિત્રો હાલમાં આવો જ એક દુઃખદ અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક ભાઈ ના જન્મ દિવસે જ બહેનનો છેલ્લો દિવસ બની ગયો હતો. તો ચાલો આપણે દુઃખદ બનાવ અંગે વિગતે માહિતી મેળવીએ.

આ અકસ્માત ભિલાઈ જઈ રહેલ એક મહિલા એન્કર સાથે સર્જાયો હતો. જો વાત અકસ્માત મા મૃત્યુ પામેલ આ મહિલા એન્કર વિશે કરીએ તો તેમનુ નામ મહિમા શર્મા છે. તેઓ ઘણા લોકપ્રિય ઍન્કર છે. જો વાત અકસ્માત અંગે કરીએ તો જ્યારે મહિમા શર્મા પોતાનું સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમનું સ્કૂટર લપસી જતા તેઓ રોડ પર પડી ગયા તેવામાં પાછળથી આવી રહેલ એક ટ્રકનુ આગળ નું પૈડું તેમના પર ચડી જતા મહિમા શર્મા નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

જણાવી દઈએ કે મહિમા શર્મા રાયપુર માં એકલા રહેતા હતા જ્યારે તેમનો ભાઈ ભિલાઈ માં રહેતો હતો. અકસ્માત પહેલા મહિમા શર્મા ઘણી ખુશ હતું. સાથીઓ ના જણાવ્યા અનુસાર આ દિવસે તેમના ભાઈ નો જન્મ દિવસ હતો. માટે તેઓ ઘણા ખુશ હતા. અને ભાઈ ના જન્મ દિવસની ઉજવણી નિમિતે વહેલા રજા લઈને ભિલાઈ જઈ રહ્યા હતા. ત્યારે આ અક્સ્માત સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *