ગાડીનુ ટાયર ફાટતા સર્જાયો અકસ્માત જેમા કબ્બડીના બે ખેલાડીઓ ના મૃત્યુ થયા જ્યારે 3 લોકો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતે પોતાનો કહેર વર્તાવ્યો છે. કાળ જાણે રસ્તા પર ઉભા રહીને લોકોની રાહ જોઈ રહ્યો હોઈ તેવું લાગે છે. આપણે આવું શા માટે કહીએ છિએ તેની પાછળ એ કારણ છે કે આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે.
મિત્રો દેશમાં સર્જાતા અનેક અક્સ્મતો માં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. ઘણી વખત એવા પણ અકસ્માત સર્જાઈ છે કે જેમાં વાહન ચાલાક ની કોઈ ભૂલ ન હોવા છતાં પણ તેમને અકસ્માત નો સામનો કરવો પડે છે. હાલમાં આવો જ એક દુઃખદ અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક ગાડીનું ટાયર ફાટવાથી અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત માં બે લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોને ગંભીર ઈજા થઈ છે. આ અકસ્માત અંગે વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત કૈથલ-જીંદ રોડ પર સર્જાયો છે કે જ્યાં એક ગાડી નું ટાયર અચાનક ફાટતા કાર રોડની બાજુમાં ઝાડ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો આ અકસ્માત માં 2 યુવકોના મોત થયા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે જે પૈકી 2 યુવકોની હાલત નાજુક છે, કે જેમને પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવ્યા છે.
જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો અકસ્માત માં ગુલિયાનાના રહેવાસી કર્મજીત અને કિથાણાના રહેવાસી ગુરમીતનું મોત થયું હતું જ્યારે વાત ઈજાગ્રસ્ત લોકો અંગે કરીએ તો તેમાં કિથાણા ગામના વિરેન્દ્ર અને રોહતાશને ગંભીર ઇજાઓ થઇ હતી. મળતી માહિતી અનુસાર આ તમામ યુવાનો 21 થી 25 વર્ષ વચ્ચેના છે. જે પૈકી અકસ્માત માં મૃત્યુ પામેલા બંને યુવકો કબડ્ડીના સારા ખેલાડીઓ હતા જેઓ રમતની સાથે કૈથલમાં કોચિંગ પણ લેતા હતા.