મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં અનેક યુગલો આ પાવન સમયગાળા માં એક બીજા સાથે સાત ફેરા લઈને પ્રભુતામાં પગલાં ભરશે. જો કે કહેવાય છે કે ખુશીઓ ને સાચવીને રાખવી જોઈએ નહીતો તેને કોઈની નજર લાગી જાય. તેમ છેલ્લા ઘણા સમયથી જ્યાં એક તરફ કમુરતા પુરા થતા લગ્નનનો સમયગાળો જામ્યો છે તો બીજી બાજુ લગ્ન સમયે અનેક અકસ્માતને લગતા બનાવો પણ સામે આવ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી દેશ અને રાજ્યમાં જે રીતે અકસ્માતના બનાવે ગતિ પકડીછે તેને જોઈને એવું જ લાગે છે કે જાણે કાળ રસ્તા પર લોકોના જીવ લેવા માટે જ બેઠો છે. આમતો કોઈ પણ વ્યક્તિ નું મૃત્યુ થાય તો તે શોકની જ બાબત છે. પરંતુ આવા શોકનો માહોલ લગ્નની ખુશીઓ વચ્ચે સર્જાયતો ? આપણે સૌ જાણીએ છે કે દરેક વ્યક્તિ માટે લગ્ન ઘણા મહત્વના છે. તેવામાં વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનેક પ્રયત્ન કરે છે.
પરંતુ લગ્ન પહેલા જ કોઈનું મૃત્યુ થઇ જાય તો હાલમાં અકસ્માત નો આવો જ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં લગ્નના 3 દિવસ પહેલા જ વરરાજા નું માર્ગ અકસ્માત માં મૃત્યુ થતા પરિવારમાં શૉકનો માહોલ છે. જો વાત આ અકસ્માત અંગે ની વિગતો અંગે કરીએ તો પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત આબુરોડ ના ચંદ્રાવતી બ્રિજ પર સર્જાયો હતો. અહીં એક વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા.
જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિઓ અંગે કરીએ તો તે પૈકી એક યુવકનું નામ શંકર ભાઈ હરજીજી રબારી છે. જયારે અન્ય યુવક તેમના ફોઈનો પુત્ર છે જેમનું નામ થનારામ રબારી છે. જણાવી દઈએ કે અત્યાર સુધી આ રબારી પરિવારમાં હરખનો માહોલ હતો અને લગ્ન ગીતો ગવાતા હતા કારણકે શંકર ભાઈના લગ્ન હતા. આ જ કારણે શંકર ભાઈ તેમના ભાઈ થનારામ સાથે પોતાના લગ્નની કંકોત્રી લઈને ચંદ્રવતી ગામ લગ્નની કંકોત્રી આપવા ગયા હતા.
જે બાદ મોડી રાતના સમયે આ બંને ભાઈઓ પોતાના ગામ માલવ પરત ફરી રહ્યા હતા તેવામાં આબુરોડ ના ચંદ્રાવતી બ્રિજ પર એક વાહને તેમના તેમને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ના કારણે બંને ભાઈઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માત એટલો વિકરાળ હતો કે વરરાજા શંકર ભાઈ નો મૃત દેહ બ્રિજ ની નીચેથી મળ્યો જયારે તેમના ભાઈ થનારામ નો મૃત દેહ બ્રિજ પાસે ફસાઈ ગયો હતો.
ઘટના અંગે જાણ થતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને પરિવાર ને જાણ કરી જે બાદ પરિવારના લોકો કે જે લગ્નને લઈને આનંદમાં હતા ત્યાં એકા એક શોક છવાઈ ગયો હતો. જણાવી દઈએ કે શંકર ભાઈના લગ્ન ત્રણ દિવસ બાદ ચંદ્રવતી ગામમાં જ થવાના હતા પરંતુ લગ્નની ડોલી ઉઠે તે પહેલા અર્થી ઉઠી. જણાવી દઈએ કે શંકર ભાઈ પોતાના ભાઈ થનારામ સાથે કંકોત્રી દેવા આવ્યા હતા. કે જેમની ઉમર 22 વર્ષ હતી. થનારામ ની માતા વિધવા છે. અને પુત્રના સહારે જ જીવન વિતાવે છે. તેવામાં આ અકસ્માતે માતા અને સંતાનને ઘણા દૂર કરી મુક્યા.