India

હાથની મહેંદી આશૂથી ધોવાણી ઝોકાના ના કારણે સર્જાયો અકસ્માત જેમાં વરનુ મૃત્યુ જ્યારે પિતા પણ અકસ્માત માં..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે. તેવામાં આ માંગલમય પ્રસંગે અનેક યુગલો પ્રભુતા માં પગલાં કરીને પોતાના નવા જીવન સાથી સાથે જીવનની શરૂઆત કરશે. આપણે જોઈએ છિએ કે દરેક વ્યક્તિ પોતાના લગ્નને લઈને ઘણા ખુશ હોઈ છે. પરંતુ ઘણી વખત લોકોનાં આવા લગ્નની ખુશીઓ ને નજર લાગી જાય છે અને નવા જીવનની શરૂઆત પહેલા જ તેમની જીવન લીલા સમાપ્ત થઈ જાય છે.

આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી અકસ્માત ની સંખ્યા માં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે. આવા અકસ્માત માં અનેક હસતા રમતા પરિવાર તૂટી જાય છે અને અકસ્માત માં અનેક લોકો પોતાના સ્વજનો ખોઈ બેસે છે. આપણે સૌ જાણીએ છિએ કે પોતાના સ્વજનો ને ખોવાનુ દુઃખ શું છે ?

તેવામાં હાલમાં આવો જ એક અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં ક્ષણ વાર પહેલા લગ્ન ગીત ગવાઇ રહ્યા હતા તેના સ્થાને મરસ્યા ગવાતા વાતાવરણ કરુણ બન્યું હતું. આ દુઃખદ અકસ્માત અંગે ની વિગતો આ પ્રમાણે છે મળતી માહિતી અનુસાર આ અકસ્માત મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ઈન્દોર-અમદાવાદ ફોર લેન પર ફુલગાંવડી ગામ પાસે સર્જાયો હતો.

અહીં એક કાર ડિવાઈડર સાથે અથડાઇ ને લગભગ 15 ફૂટ દૂર ખેતરમાં ફેંકાઈ ગઈ હતી. જો વાત આ અકસ્માત ના કારણ અંગે કરીએ તો પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છેકે ડ્રાઈવરને ઝોકું આવવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે ગાડીમાં 5 લોકો સવાર હતા.

જો વાત ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ગાડી માં બરવાણી જિલ્લાના તિતગરિયા (ખેડા) દાવાના ગામના રહેવાસી રિતેશ સવાર હતો કે જેમના લગ્ન ધારના લબરિયા ગામની જ્યોતિ સાથે થવાના હતા. માટે આ ગાડીમાં સવાર થઈ ને વર અને જાનૈયાઓ જઇ રહ્યા હતા. તેવામાં અકસ્માત સર્જતા ગાડીમાં સવાર લોકો ને ગંભીર ઈજા થઈ.

ઈજા ગ્રસ્ત લોકો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા કે જ્યાં રસ્તામા વર નું મૃત્યુ થયું હતું. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં રાધિકા પિતા અંબારામ, આરતી પતિ અજય, કિશર પિતા ચંપાલાલ અને અજય પિતા અંબારામ અકસ્માત ના કારણે ગંભીર રીતે ઘાયલ થયા છે. અને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *