India

કન્યા ને લેવા શેરવાની પહેરીને વરરાજા ગયા પરંતુ રસ્તામાં થયું એવુકે વરરાજા કફનમા પાછા આવ્યા..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં જ્યાં એક તરફ લગ્નને લઈને લોકોમાં ભારે હરખ અને ઉત્શાહ છે તેવામાં અમુક લોકોના ઘરે નબનવાના બનાવ બની જવાથી પરિવારમા શોક નો માહોલ છે. આપણે અહીં એક આવાજ અકસ્માત અંગે વાત કરવાની છે કે જેના કારણે એક હસતો ખેલ્તો પરિવાર તૂટી ગયો.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા અમુક સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માત ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે. તેવામાં આપણે લગભગ દરરોજ અકસ્માત ને લાગતા બનાવો જોતાં અને સાંભળતા આવ્યા છિએ. આવા અકસ્માત ના કારણે રોજ અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે.

તેવામાં હાલમાં આવો જ અક્સ્માત નો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક પરિવાર કે જે લગ્નની ખુશીઓ માં વ્યસ્ત હતો પરંતુ તેમની ખુશીઓ ને જાણે નજર લાગી તેમ અકસ્માત માં વરરાજા નું જ મૃત્યુ થયું તો ચાલો આ દુઃખદ બનાવ અંગે માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત રાજસ્થાનના કોટો જિલ્લાના નયાપુરની પાસેની છોટી પુલિયા પાસે સર્જાયો હતી અહીં એક કાર નદીમાં ખાબકી જતા 9 લોકો ના મૃત્યુ થયા હતા જેમાં વરરાજા નો પણ સમાવેશ થાય છે મળતી માહિતી અનુસાર ગાડીમાં સવાર લોકો જાનૈયા હતા અને આ જાન ચૌથના બરવાડાથી ઉજ્જૈનના ભૈરુનાલા જઈ રહી હતી.

જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા વરરાજા અંગે કરીએ તો તેમનું નામ અવિનાશ વાલ્મિકિ છે. અકસ્માત સમયે તેઓ ગાડીમાં પોતાના દોસ્ત અને સંબંધીઓ સાથે હતા. જ્યારે અન્ય જનૈયાઓ બસમા હતા પરંતુ રસ્તામાં ગાડી માં સવાર લોકો ચા પીવા રોકાયા તેવામાં આ બસ જે આગળ નીકળી ગઈ હતી.

પરંતુ જ્યારે બસ ઘણી આગળ નીકળી ગઈ ત્યારે જાનૈયાઓને લાગ્યું કે કાર ઘણી પાછળ રહી ગઈ છે. તેવામાં કોઇક પાસેથી માહિતી મળી કે વરરાજા ની કાર જાનૈયાઓ સાથે ચંબલમાં પડી ગઈ છે. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં વરરાજા અવિનાશ ઉપરાંત તેમનો ભાઈ કેશવ, ડ્રાઈવર ઈસ્લામ અને જયપુરના ટોંક ફાટકના રહેવાસી કુશલ અને શુભમ સાથો સાથ ટ્રાન્સપોર્ટ નગરના રહેવાસી રાહુલ, ટોંક ફાટકના રહેવાસી રોહિત અને ઘાટગેટના રહેવાસી વિકાસ ઉપરાંત માલવિયા નગરના રહેવાસી મુકેશનું મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *