IndiaNational

હાઈ સ્પીડ બસે 17 વાહનો અને રાહદારીઓ ને હડફેટે લેતા લાશો ની કતાર થઈ જ્યારે અનેક લોકો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, કે છેલ્લા ઘણા સમયથી આપણા દેશ અને રાજ્યમાં અકસ્માત ને લાગતા બનાવો માં ઘણો વધારો થઈ રહ્યો છે. અકસ્માત સર્જાવ્વાનુ મુખ્ય કારણ વાહનની વધુ ગતિને માનવામાં આવે છે. મિત્રો આપણે લગભગ દરરોજ અકસ્માત ના બનાવો અંગે જોતાં અને સાંભળતા હોઈએ છિએ.

હાલમાં આવો જ એક અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક બસના કારણે અનેક વાહનો અને લોકોને અકસ્માત નો સામનો કરવો પડ્યો છે. મિત્રો આ અકસ્માત નું મુખ્ય કારણ બસની વધુ ગતિને માનવામાં આવે છે. અહીં એક બસે ડઝન કરતા વધુ વાહનો અને અનેક લોકોને પોતાની ઝપેટ માં લીધા છે. જેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જયારે ઘણા લોકોને પોતાનો જીવ પણ ગુમાવ્વો પડ્યો છે.

મળતી માહિતી અનુસાર અકસ્માત નો આ બનાવ કાનપુરમા ટાટમિલ ચાર રસ્તા પર સર્જાયો છે. અહીં એક વધુ સ્પીડ વાળી ઇલેક્ટ્રિક બસ લોકો માટે કાળ સાબિત થઈ છે. જણાવી દઈએ કે આ બસ બેકાબુ થઈને આશરે 17 વાહનને અડફેટે લીધાં હતાં. આ વાહનો માં 2 કાર અને 10 બાઇક ઉપરાંત સ્કૂટી સાથો સાથ 2 ઇ-રિક્ષા અને 3 ટેમ્પો નો પણ સમાવેશ થાય છે.

મિત્રો જણાવી દઈએ કે અક્સ્માત ઘણો ગંભીર હતો જેના કારણે અકસ્માત ગ્રસ્ત વાહનોના ભુક્કા થઈ ગયા હતા. આ અકસ્માત માં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં, જ્યારે 9 લોકોને ગંભીર ઈજા થઈ છે. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં શુભમ સોનકર અને ટ્વિંકલ સોનકર ઉપરાંત અર્સલાન અને નૌબસ્તા અને અજીત કુમારનો સમાવેશ થયાં છે.

અકસ્માત બાદ રસ્તા પર ભારે ભીડ થઈ હતી. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત કામગીરી શરૂ કરી છે. જણાવી દઈએ કે અકસ્માત બાદ બસ નો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ અકસ્માત ને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *