મહારાષ્ટ્રમાં થયેલા 7 વિધાર્થીઓની ગાડીના એક્સીડંટ પહેલનો વિડિઓ વાયરલ તમામ લોકો ગાડીમાં જ કરી રહ્યા હતા….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં અકસ્માત ને લગતા બનાવો માં વધારો જોવા મળે છે. આપણે લગભગ દરરોજ અકસ્માત ને લગતા બનાવો જોતા અને સાંભળતા હોઈએ છીએ. આવા બનાવો એક કે બીજા વાહન ચાલકની ભૂલ કે ગેરસમજ ના કારણે સર્જાતો હોઈ છે. જો કે ઘણા અકસ્માત વ્યક્તિની પોતાની ભૂલના કારણે પણ સર્જાતા હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક અકસ્માત સર્જાવવા પાછળનું મુખ્ય કારણ વાહનની વધુ ગતિને માનવામાં આવે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વાહન આપણી રોજિંદી જરૂરિયાત બની ગઈ છે. જો કે અમુક લોકો પોતાને મળેલ વાહનની સુવિધાનો ઉપયોગ મોજશોખ માટે જ કરતા હોઈ તેવું લાગે છે. આપણે ઘણી વખત એવા વાહન ચાલકો પણ જોયા છે કે જેઓ કોઈ પણ કાર્ય વગર ફક્ત પોતાના મોજ શોખ માટે વાહનને વધુ ગતિમાં ચલાવતા હોઈ છે. ઘણી વખત આવી વધુ ગતિ વાહન ચાલાક અને તેની આસપાસ ના લોકો માટે ખતરા સમાન બની જાય છે.
વાહનની વધુ ગતિને કારણે વ્યક્તિ ઘણી વખત વાહન પરનો કાબુ ગુમાવે છે. જેના કારણે અકસ્માત સર્જાય છે. આપણે અહીં એક આવા જ અકસ્માત વિશે વાત કરવાની છે કે જ્યાં અકસ્માત પહેલાનો એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. મિત્રો જો વાત આ અકસ્માત વિશે કરીએ તો આ અકસ્માત મહારાષ્ટ્ર્ના વર્ધા જિલ્લામાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં 7 લોકોના જીવ ગયા હતા. આ તમામ લોકો મેડિકલ સ્ટુડન્ટ હોવાનું સામે આવ્યું હતું.
આ અકસ્માત સર્જાવવાનું મુખ્ય કારણ ગાડીની વધુ ગતિને માનવામાં આવે છે કે જ્યાં એક ગાડી પુલ પરથી નીચે પડી ગઈ હતી. હાલમાં આ અકસ્માત પહેલાનો અમુક વિડિઓ સામે આવ્યો છે. કે જ્યાં આ ગાડી રસ્તા પર જઈ રહેલ અન્ય કાળી ગાડી સાથે રેસ કરી રહી હોઈ તેવું જોવા મળે છે. ઉપરાંત ગાડીમાં સવાર લોકો મોજ શોખના મૂડમાં હોઈ તેવું પણ જોવા મળે છે. ગાડીમાં જોરથી ગીત વાગી રહ્યા છે. અને લોકો તેજ ગતિ અને ગીતનો આનંદ લેતા નજરે પડે છે.
वर्धा जिल्ह्याच्या सेलसुरा येथे 25 जानेवारीला झालेल्या अपघातात सात वैद्यकीय महाविद्यालयाच्या विद्यार्थ्यांचा मृत्यू झाला होता. त्या अपघाताचा आणखी एक व्हिडीओ समोर आला आहे. #Wardha | #WardhaAccidnet | #Selusara | pic.twitter.com/AFqavx25sn
— TV9 Marathi (@TV9Marathi) January 31, 2022
તેવામાં ગાડીમાં સવાર એક વ્યક્તિ પોતાના ફોન વડે પણ આ સમગ્ર ઘટના રેકોર્ડ કરે છે. જેના અંગેનો વિડિઓ પણ સામે આવ્યો છે. જણાવી દઈએ કે આ અકસ્માત માં મહારાષ્ટ્ર ના તિરોડા ના વિધાયક વિજય રહાંગડલે નો પુત્ર આવિષ્કાર રહાંગડલે ઉપરાંત અન્ય મિત્રો નીરજ ચૌહાણ અને નિતેશ સિંહ, વિવેક નંદન અને પ્રત્યુષ સિંહ ઉપરાંત શુભમ જાયસ્વાલ પવન શક્તિ મૃત્યુ પામ્યા છે. આ તમામ લોકો મિત્રના જન્મ દિવસની ઉજવણી માટે જઈ રહ્યા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.