મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશમાં અકસ્માત ને લગતા બનાવોમાં ઘણો જ વધારો થયો છે પાછલો વર્ષ જ્યાં અકસ્માતને લઈને ઘણો ગંભીર સાબિત થયું છે તેવામાં લોકોને આશા હતી કે નવા વર્ષે અકસ્માતની સંખ્યા ઘટશે જોકે અકસ્માત ટાળવા માટે અનેક પ્રકારના ઉપાયો સરકાર અને લોકો દ્વારા હાથ ધરવામાં આવે છે છતાં પણ આ નવું વર્ષ અકસ્માતને લઈ લે પોતાના પાછલા જ રેકોર્ડ તોડી રહ્યું હોય તેવું લાગે છે આ બાબત અંગે વાત કરવા પાછળનું કારણ દેશ અને રાજ્યમાં અકસ્માત ની સંખ્યા ને લઈને સતત થઇ રહેલો વધારો છે.
હાલમાં આવો જ એક દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે. કે જ્યાં બે ટ્રક અને એક ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા અનેક લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે આ દુઃખદ અકસ્માત અંગેની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત કાનપુર-સાગર હાઇવે પર સર્જયો છે. જણાવી દઈએ કે અહીં કબરાઈ પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી જે બાદ એક ટ્રક અનિયંત્રિત થતાં હમીરપુરના મૌદહા નગરથી મુસાફરોને લઈને જઈ રહેલા એક ટેમ્પો સાથે અથડાઈ ગયો હતો.
આ અકસ્માત ના કારણે ચાર લોકોના મૃત્યુ થયા હતા. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં રાજ અને રામસેવક ઉપરાંત ફૂલ સિંહનું મૃત્યુ થયું હતું. જો વાત અકસ્માત માં ઘાયલ થયેલા લોકો અંગે કરીએ તો તેમાં જીતેન્દ્ર સિંહ અને તેમના બંને બાળકો ઉપરાંત રાજુ અને તેમની પત્ની સંગીતા અને તેમની પુત્રી રાધિકા, હરિશંકર નો સમાવેશ થાય છે આ ઉપરાંત અન્ય યાત્રીઓનો પણ સમાવેશ થાય છે.