અભિનેતા હિતેનકુમારે કમા વિષે જે કહ્યું તે સાંભળી ચોકી જશે. કહ્યું કે કમા ને રમકડાં ની જેમ, જુઓ વિડીયો.
આપણા ગુજરાતના ડાયરા ના કલાકારો ના કાર્યક્રમ હોય એટલે લોકો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થતા હોય છે. દેશ વિદેશમાં પણ ડાયરા થતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એક દિવ્યાંગ વ્યક્તિ કમો આખા ગુજરાતના મોઢે ચડેલું નામ છે. તેવામાં ઘણા એવા લોકો છે કે દિવ્યાંગ વ્યક્તિ કમા ને ડાયરામાં લાવવાનો વિરોધ પણ કરી રહ્યા છે. અને આ બાબતે અવાજ ઉઠાવી રહ્યા છે.
એમાં અભિનેતા હિતેન કુમારનું નામ પણ સામેલ છે. મીડિયા સમક્ષ ખાસ વાતચીત કરતા હિતેનકુમારે કહ્યું હતું કે હું છેલ્લા ત્રણ ચાર મહિનાથી કમાને જે વિડિયો આવી રહ્યા છે તે જોઈને એમ કહે છે કે આ સર્કસ ચાલી રહ્યું છે. તે કહે છે કે મારી બધા જ ડાયરાના મિત્રોને વિનંતી છે કે કમા પ્રકારના વ્યક્તિને આ રમકડું બનાવીને આ રીતે લોકોની વચ્ચે ના મૂકો. હિતેનકુમાર વધુમાં કહે છે કે માનસિક રીતે વિકલાંગ કહી શકાય એ પ્રકારની કરુણા પેદા નથી થઈ શકતી.
પરંતુ હાસ્યસ્પદ ઘટના બની રહી છે. તેમના માટે કરુણા હોઈ શકે. એમના માટે આ પ્રકારે તાયફા કરવાનું બંધ કરવું જોઈએ. વધુમાં હિતેનકુમાર જણાવ્યું કે જ્યારે કીર્તિદાન ભાઈએ આ શરૂ કર્યું ત્યારે તેમની ભાવના જુદી હતી. પરંતુ ત્યાર પછી જે ત્રણેક મહિના દરમિયાન એક રમકડાની જેમ વાપરવામાં આવી રહ્યો છે. આમ હિતેનકુમાર આ બાબતે લોકોને થોડી સલાહ આપી હતી.
કમા ની વાત કરવામાં આવે તો કમો સુરેન્દ્રનગરના કોઠારીયા ગામનો રહેવાસી છે. કમાના માતા પિતા પણ એક સામાન્ય પરિવારના લોકો છે. કમા ના માતા પિતા કહે છે કે જ્યારે કિર્તીદાનભાઇ ગઢવી કમાનો હાથ પકડ્યો ત્યારથી તેના ઘરની સ્થિતિ પણ બદલાઈ ચૂકી છે. પરંતુ હિતેનકુમાર એ ખાસ લોકોને સલાહ આપે છે કે આવી રીતના કમાન ઉપયોગ ના કરવો જોઈએ. કમો એક દિવ્યાંગ હોવાની સાથે સારો વ્યક્તિ પણ છે. તેને મળતા પૈસા તે તેના ગામમાં આવેલી ગૌશાળામાં દાનમાં કરી દે છે. આમ આજે કમો ગુજરાતના હરેક ઘરમાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!