India

અભિનેત્રી કાજોલ ના ઘરે જયા બચ્ચન, રણબીર કપૂર સહીત મોટા મોટા સિતારાઓ નો થયો જમાવડો કારણ જાણી ચોકી જશે.

Spread the love

બોલીવુડના એક્ટર્સ કોઈને કોઈ વાતે સમાચારોમાં છવાતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિનેત્રી કાજોલ એ દુર્ગા પૂજાની ઉજવણી કરી હતી. આ ઉજવણી ના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. કાજોલ ના ઘરે દુર્ગા પૂજા દરમિયાન બોલીવુડના ઘણા બધા મોટા-મોટા સીતારા પહોંચ્યા હતા અને પંડાલમાં મોટા મોટા સેલિબ્રિટી ઓ નો જમાવડો થયો હતો.

જેમાં રાની મુખર્જી, જયા બચ્ચન, રણબીર કપૂર, મૌની રોય વગેરે મા દુર્ગાના આશીર્વાદ લેવા કાજોલ ના ઘરે પહોંચ્યા હતા. જે બાબતની ઘણી બધી તસવીરો વાયરલ થઈ રહી છે. અભિનેત્રી રાની મુખર્જી મા દુર્ગાના આશીર્વાદ લેવા પંડાલમાં પહોંચી હતી. આ દરમિયાન તેને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી અને કાજોલ અને રાની મુખર્જી એ બંને સુંદર પોઝ આપીને ફોટા પડાવી રહ્યા હતા.

ખાસ તો એક વાતથી આજે ઘણા લોકો અજાણ છે. એ વાત એ કે રાની મુખર્જી અને કાજોલ બંને એકબીજાની કઝીન બહેનો છે. કાજોલ ના પિતા અને રાની મુખર્જીના પિતા બંને સગા ભાઈઓ છે. અભિનેત્રી કાજોલ ના ઘરે રણબીર કપૂર પણ પહોંચ્યા હતા. આ દરમિયાન રણબીર કપૂર એ વ્હાઈટ લુકમાં જોવા મળ્યા હતા. સાથે સાથ અભિનેત્રી મોની રોય બંગાળી સ્ટાઇલમાં પહોંચી હતી અને તેને ડાન્સ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

સાથે અભિનેત્રી અને સાંસદ એવા જયા બચ્ચન પણ મા દુર્ગાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ કાજોલ, જયા બચ્ચન અને અભિનેત્રી રાની મુખર્જી સાથે ફોટા પડાવ્યા હતા. કાજોલ એ આ ખાસ પ્રસંગે સફેદ રંગની બંગાળી સાડી પહેરી હતી. રણબીર કપૂર સફેદ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો અને પોતાના અનેક એવા પોઝ સાથે ફોટા પડાવી રહ્યો હતો.

હાલમાં રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર મુવી રિલીઝ થઈ હતી. જેને ચાહકો દ્વારા ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. અભિનેત્રી મૌની રોયની વાત કરવામાં આવે તો તે વાઈટ કલરની સાડી પહેરીને બંગાળી લૂંક માં અહીં માં દુર્ગાના આશીર્વાદ લેવા પહોંચી હતી. આમ કાજોલ ના ઘરે બોલિવૂડના ઘણાં બધા સ્ટારો માં દુર્ગાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *