કાશ્મીર મા બેન્ક મેનેજર ની હત્યા બાદ તેના વતન માં અંતિમ સંસ્કાર દરમિયાન આખું ગામ હીબકે ચડ્યું.
કાશ્મીર માં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગ ની ઘટનાએ જોર પકડ્યું છે. જેમાં એક પછી પછી એક વ્યક્તિઓ ને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં કાશ્મીર માં બેન્ક મેનેજર ની ફરજ બજાવી રહેલા વિજય કુમાર ને ટાર્ગેટ કરીને તેનું મૃત્યુ નિપજાવી દેવામાં આવ્યું છે. શુક્રવારે સાંજે વિજયકુમાર નો મૃતદેહ તેમના ગામ માં લાવવામાં આવ્યો હતો. આખું ગામ હીબકે ચડ્યું હતું. વિજય કુમાર ના માતા-પિતા અને પત્ની મનોજ કુમારી ની હાલત બેભાન ગઈ હતી.
વિજય કુમાર અને પત્ની કાશ્મીર માં રહેતા હતા. પતિ ના મૃતદેહ સાથે પત્ની પોતાના વતન આવ્યા. ઘરે આવતા જ પત્ની સાસુ ને વળગી ને ખુબ જ રડી. વિજય કુમાર ની માતા પણ ખુબ રડતા હતા. માતા-પિતા ઘડીક ઘડીક માં બેભાન થઇ જતા હતા. માતા તેના મૃત પુત્ર નો મોઢું જોઈ ને કહેતા હતા કે , તને ના પાડી તી ત્યાં નથી જવું. પત્ની ની હાલત તો ખુબ જ ખરાબ થઇ ગઈ હતી.
આખું ગામ હીબકે ચડેલું હતું. લોકો અંતિમ યાત્રા માં મોટી સંખ્યા માં જોડાયા હતા. ગુરુવારે ગામ મા ખબર પડતા જ લોકો વિજયકુમાર ના ઘરે પહોંચી ગયા હતા. શુક્રવારે આખું ગામ અંતિમ યાત્રા માં જોડાયું હતું. વિજયકુમાર ની પત્ની આ ઘટના બની તે પહેલા જ ખુબ ચિંતા વ્યક્ત કરી હતી. તેને ઘર ના લોકો ને જણવ્યું હતું કે, ત્યાં સ્થિતિ ખુબ જ ખરાબ થઇ ચુકી છે. અને પતિ ને કહ્યું હતું કે આપડે ઘરે જતા રહી એ.
પણ તે લોકો હજુ કઈ વિચારે તે પહેલા જ પતિ ને અંતાકવાદીઓ ઓ એ ગોળીઓ વડે મોત ને ઘાટ ઉતારી દીધા. વિજયકુમાર એ દિવસે રોજ ની જેમ બેન્ક પર ગયા હતા. અને કહ્યું હતું કે ચિંતા નો કરતા તે ઘરે સાંજે વયાવશે. પણ પછી ઘરે ફર્યા જ નહીં. ખરેખર આ ખુબ જ દુઃખદ ઘટના કહી શકાય. નિર્દોષ લોકો ટાર્ગેટ નો શિકાર થઇ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!