હિટ એન્ડ રન- અઠવાડિયા પહેલા જે ઘર માંથી બહેન ની ઉઠી ડોલી તે જ ઘર માંથી અઠવાડિયા બાદ ભાઈ ની ઉઠી અર્થી.
રોડ અકસ્માત ના અનેક કિસ્સાઓ અવારનવાર બનતા જ રહે છે. અને તેમાં કોઈ ને કોઈ નું મૃત્યુ થતું જ રહે છે. લોકો એટલી બધી સ્પીડ માં કારો કે ગાડી ચલાવતા હોય છે કે ક્યારેક તેમાં બેસેલા લોકો જ તેનો ભોગ બને છે. એટલે કે હિટ એન્ડ રન કે કિસ્સાઓ ખુબ જ સામે આવતા હોય છે. જેમાં કારચાલક જ આનો ભોગ બને છે.
આગ્રાના ગ્રેટર નોઈડા ની એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. જેમાં આયુષ નામના વિદ્યાર્થી નું મોત થયું છે. આયુષ એન્જિનિયરિંગ કરતો હતો. આગ્રાના માનસ નગર જયપુર હાઉસમાં રહેતા 71 વર્ષ ના સંજીવ શર્માનો પુત્ર નોઈડાની ગલગોટિયા એન્જિનિયરિંગ કોલેજમાંથી બીટેક કરી રહ્યો હતો. 24 એપ્રિલે આયુષની મોટી બહેનના લગ્ન હતા. તે તેની બહેન ના લગ્ન કરવા ઘરે આવ્યો હતો.
બહેન ના લગ્ન બાદ તે હોસ્ટેલ ગયો હતો. ઘર ના અન્ય લોકો કહે છે કે આયુષે તેની બહેન ને ધૂમધામ થી પરણાવી હતી અને લગ્ન માં ખુબ જ ખુશ હતો. શનિવારે રાત્રે 11 વાગ્યે તે તેના મિત્રો સાથે જમ્યા બાદ હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો. રાત્રે ગ્રેટર નોઈડાના રેયાન રાઉન્ડબાઉટ પાસે એક ઝડપી કારે પાંચ વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી. જેમાં આયુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે રાતે 1.30 કલાકે પરિવારજનોને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. પરિવાર ને જાણ થતા તમામ પહોંચી ગયા હતા.
જયારે આયુષ નો મૃતદેહ એમ્બ્યુલન્સ માંથી બહાર લાવવામાં આવ્યો ત્યારે તેની માતા અને બહેન ની આંખ માંથી આસું સુકાવાના નામ લેતા નોતા. તેની બહેન પણ ભેભાન થઇ ગઈ હતી. માતા તો બસ એટલું જ કહેતી હતી,આટલી ઉતાવળ કેમ હતી. અને સાથે સાથે પરિવાર ના અન્ય સભ્યો પણ આસું રોકી શક્ય નહિ. તેના મિત્રો પણ ત્યાં પહોંચ્યા હતા તમામ ના મોઢા પર આયુષ ના ચાલ્યા જવાનું દુઃખ નજરે પડતું હતું. જે ઘર માં અઠવાડિયા પહેલા બહેન ના લગ્ન ની ડોલી ઉઠી હતી ત્યાં ભાઈ ની અર્થી ઊઠવાની હતી.