અમદાવાદ- માતા-પિતા સહિત આઠ વર્ષ નો માસુમ આગ માં થઇ ગયા ભડથું ! સવારે ઘર માં સુતા હતા ત્યારે બની ધ્રુજાવનારી ઘટના,
રોજબરોજ અનેક ઘટનાઓ એવી આવતી હોય છે કે જેને સાંભળીને લોકોના રૂવાંટા બેઠા થઈ જતા હોય છે. આગની ઘટના, અકસ્માતની ઘટના વગેરે ઘટનાને લઈને નિર્દોષ લોકોના જીવ ક્યારે ચાલ્યા જાય તે ખ્યાલ જ રહેતો નથી. એવી એક આગની ઘટના અમદાવાદ શહેરથી સામે આવી છે. જેમાં વહેલી સવારે એક ઘરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જેમાં પતિ પત્ની અને આઠ વર્ષના બાળકનું દર્દનીય રીતે મોત નીપજ્યું હતું.
વધુ વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યુ એચ કોલોની માંથી આ ઘટના સામે આવી છે. વહેલી સવારે પતિ પત્ની અને આઠ વર્ષનો બાળક પોતાના ઘરમાં સુતા હતા ત્યારે કોઈ કારણોસર આગ લાગી ગઈ ધુમાડો આખા ઘરમાં ફેલાઈ ચૂક્યો હતો. જયેશભાઈ અને તેનો પરિવાર કંઈ પણ વિચારે તે પહેલાં તે લોકો આગમાં બળીને ભડથું થઈ ગયા હતા.
આગના ધુમાડા ને લીધે તે લોકો ના જીવ પણ ગુંગવાઈ ગયા હતા અને બહાર નીકળવાનો મોકો જ ના મળ્યો અને આગમાં આખો પરિવાર ખોવાઈ ગયો હતો. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડ ને વહેલી સવારે 5:00 વાગ્યાની આજુબાજુ મળી હતી જેના બાદ ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લીધી હતી.
તમામ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આખી ઘટના બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવી શક્યું નથી. આમ એક આગમાં આખે આખો પરિવાર હોમાઈ જતા પરિવારના માથે આંભ ફાટી હોય તેવી મહામુસીબત આવી પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!