અમદાવાદ- હોટેલ ચલાવનાર દંપતી સહિત કારીગર ને ત્રણ વ્યક્તિઓ એ ઢોર માર માર્યો. બાબત જાણી ને ચોકી જશે.
ગુજરાતમાંથી રોજબરોજ હત્યા, આત્મહત્યા, અપહરણ, મારામારી, ચોરી, લૂંટફાટ ના અનક કેસો સામે આવતા હોય છે. ક્યારેક બે પક્ષો વચ્ચે છૂટા હાથ ની મારામારી સર્જાતી હોય છે. એવી જ એક ઘટના અમદાવાદથી સામે આવે છે જેમાં નજીવી બાબતમાં બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં જાણીએ તો ઘાટલોડિયામાં રહેતા નિયુતાબેન વ્યાસ કે જે તેમના પતિ સાથે જગતપુરમાં જમવાની હોટલ ચલાવે છે.
નિયુતા બેન સાથે તેના પતિ અને તેના કારીગર પણ રોજબરોજ કામ કરતા હોય છે. આ ઘટના 6 ઓક્ટોબરે બની હતી જ્યારે તેમની હોટલમાં રહેલો કારીગર વાસણમાં જમવાનું લઈને જતો હતો. ત્યારે તેમની હોટલની બાજુમાં રહેલી સોમધારા ડેવલોપર્સ નામની દુકાન ધરાવતા શ્યામ દેસાઈ એ કહ્યું કે તમે અહીંથી જમવાનું લઈ નહીં જઈ શકો.
અને આવી નાની એવી બાબતમાં તે શામ દેસાઈ કારીગરને ગાળો ભાંડવા માંડ્યા હતા. બાદમાં નિયુતા બેનના પતિ કેવલ ભાઈ વચ્ચે પડતા તેમને પણ ગાળો ભાંડવામાં આવી હતી. બાદમાં નિયુતાબેન આવ્યા તો સામ દેસાઈ અને તેના પુત્ર સાથે અન્ય વ્યક્તિએ પતિ પત્નીને ધક્કો મારીને છૂટા હાથની મારામારીઓ કરી હતી અને બાદમાં ધમકીઓ આપી હતી.
આ બાબતે નિયુતા બહેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી આ બાબતે પોલીસને આગળની કાર્યવાહી કરવા કહ્યું હતું. આમ જમવાનું નહીં લઈ જવાની નાની એવી બાબતે આવો ઝઘડો થયો હતો. પરંતુ આ સઘડા નું કંઈક કારણ બીજું હોઈ શકે છે. આવી અનેક ઘટના સામે આવતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!