ગુજરાતમાં કડકડાટ ઠંડીનું જોર વધશે,અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી, જાણો ક્યારથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે…
ગુજરાતમાં ચોમાસાની ઋતુ પૂરી થઈ ગઈ છે. હવે શિયાળાની ઋતુ આવી રહી છે. શિયાળામાં ગુજરાતમાં ઠંડી અને વરસાદની આગાહીઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતમાં ચક્રવાત અને ઠંડીની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવાયા અનુસાર 14 થી 16 નવેમ્બર સુધી ગુજરાતમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ ચક્રવાત ડિસેમ્બરની શરૂઆત સુધી રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ચક્રવાતના કારણે ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.હવામાન નિષ્ણાતે એવું પણ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજના કારણે ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત ઠંડી અંગે તેમણે આગાહી કરતા જણાવ્યું કે શિયાળામાં એક પછી એક વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતા જશે અને તેના પરિણામે રાજ્યમાં 22 ડિસેમ્બરથી ઠંડીનો માહોલ શરૂ થશે. ખાસ જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવી દે તેવી ઠંડી પડશે.
સાથે સાથે અંબાલાલ પટેલના જણાવાય અનુસાર ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ ઠંડીની મોસમ જામશે અને 22 ડિસેમ્બર થી 12 ફેબ્રુઆરી વચ્ચે કડકટથી ઠંડી જોવા મળશે. આમ વેસ્ટન ડીસ્ટર્બન્સની અસર વાતાવરણ પર સર્જાય તેવું અંબાલાલે કહ્યું હતું.હવામાન વિભાગની વેબસાઈટ પર આપેલી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો આજથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. સમગ્ર રાજ્યમાં સુકુ વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ જણાવાય છે. લઘુત