શિયાળા ની ઋતુ ને લઇ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી! આ તારીખે ગુજરાત માં ફરી વળશે ઠંડી નું મોજું.
આપણા ગુજરાતમાં ચોમાસાની ઋતુએ સત્તાવાર રીતે વિદાય લીધેલી જોવા મળે છે. પરંતુ હજુ પણ થોડાક ઘણા અંશે વરસાદી ઝાપટુ અથવા તો વરસાદી છાંટાઓ ક્યાંક ને કાંઈક વિસ્તારોમાં જોવા મળે છે. એવામાં હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થશે તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા શિયાળાની ઋતુ બાબતે આગાહીઓ આપતા કહ્યું કે ગુજરાતમાં આગામી 22 ડિસેમ્બર થી ઠંડીનો અનુભવ થવા લાગશે અને આ વર્ષે ગુજરાતમાં ઠંડી લાંબા ગાળા સુધી ચાલશે. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું કે ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ થતો હોય છે.
પરંતુ આ વર્ષે નવેમ્બર મહિના સુધી બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થશે અને તેથી જ તો વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોર પછી બફારાના પ્રમાણમાં થોડા અંશે વધારો થતો જોવા મળે છે. આમ આખા દિવસના તાપમાનમાં થોડા અંશે વધારો ઘટાડો થતો જોવા મળે છે. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું કે છેલ્લા 12 દિવસમાં મહત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો છે.
અને જુદા જુદા શહેરોમાં 25 થી 30 ડિગ્રી સુધી નું તાપમાન નોંધાયેલું જોવા મળે છે. આમ આગામી દિવાળીના દિવસોમાં ગુજરાતવાસીઓને બેવડી ઋતુનો અનુભવનો અહેસાસ થવા પામશે અને ધીરે ધીરે ઠંડીનું મોજુ આખા ગુજરાતમાં ફરી મળશે. આમ ગુજરાત વાસીઓ ને હવે ઠંડી નો અનુભવ થવા લાગશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!