Gujarat

અંબાલાલ પટેલે કરી ઊંઘ ઉડાવી દેતી આ આગાહી ! આવનાર આટલી તારીખોમાં ધોધમાર વરસાદ વરસી શકે તો આ તારીખે…જાણો

Spread the love

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ચારેબાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આખા રાજ્ય માં મેહુલિયાએ પોતાનું આગમન કર્યું છે હાલમાં દરેક લોકો જાને જ છે કે સમગ્ર ગુજરાતમાં મેહુલિયો પોતાનું આગમન કરી રહ્યો છે. અને ગાજવીજ ની સાથે બરોબરી નો માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે ઘણા રાજ્યો પાણી પાણી જોવા મળી રહયા છે. જ્યાં નદી, નાળા અને ડેમ માં પણ પાણી ની સારી એવી આવક જોવા મળી રહી છે. અને ઘણી નદીઓ  તો બે કાઠે વહેતી જોવા મળી આવી છે.

ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની પણ એક વરસાદ ને લઈને આગાહી સામે આવી રહી છે.જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ વરસાદી માહોલ ને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 12 જુલાઈથી વરસાદનું જોર ઘટસે. રાજ્યોમાં છૂટા છવાયા વરસાદ નિ શક્યતાઓ છે. તેમજ 15 જુલાઈએ બંગાળ ના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. આ સાથે સમગ્ર ગુજરાતમાં 17 જુલાઇ થી 20 જુલાઇ દરમિયાન વરસાદ આવાની શક્યતા છે. અને 18 થી 20 જુલાઇ એ મ્યાનમાર થી ઓરિસ્સા તરફ સિસ્ટમ સક્રિય થશે. આ સાથે જ બંગાળમાં 18 થી 20 જુલાઈએ ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન બનશે.

આ સાથે વરસાદ ને લઈને વધુમાં અંબાલાલા પટેલ એ જણાવ્યુ હતું કે ગુજરાત સહિત દેશનાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દેશનાં ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદથી ગંગા અને યમુના નદીનાં જળસ્તર વધરાની શક્યતા છે. ઉત્તર ભારત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ રાજસ્થાન, યુપી, બિહાર સહિત પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદ રહેશે. ત્યાં જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધશે.

જો વરસાદી મોસમ ને લઈને હવામાન વિભાગ ની વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજના એક દિવસ માટે થોડા વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મશે. ત્યાં જ આવતીકાલ થી ફરી મેઘરાજા પોતાની એન્ટ્રી કરશે અને સમગ્ર રાજ્યોમાં પોતાનું આગમન નોંધાવશે. આજ રોજ ગુજરાતની ઘણી જગ્યાઓ પર હલવાથી મધ્યમ વરસાદી જાપટા જોવા મળશે.

જેમાં કચ્છ, જામનગર,મોરબી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેંદ્ર્રનગર , જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા , અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ , રાજકોટ, પાટણ, દાહોદ, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વડોદરા અને છોટા ઉદયપુર માં વરસાદ ની આગાહી જોવા મળી છે. ત્યાં જ આજના દિવસે કોઈ ભારે વરસાદ ની આગાહી જોવા મલી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *