Categories
India National

અંબાણી પરિવારને ઝટકો તેમની આ મોટી કંપની દેવું વધતા થઇ નીલમ જેના માટે આ વ્યક્તિએ ચૂકવી મોટીરકમ નવા માલિકનું નામ જાણીને ચોકી જાસો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે નાણાનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. તેવામાં આપણેસૌ જાણીએ છીએ કે દેશમાં અમીર શબ્દનું જો કોઈ સમાનર્થી શબ્દ થઇ ગયો હોઈ તોતે અંબાણી પરિવાર છે. આપણે સૌ જાણીએ છીએ કે અંબાણી પરિવારની કંપની રિલાયન્સ ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે. કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી છે.

ધીરુભાઈ અંબાણીનાં નિધન બાદ તેમના બંને પુત્રો મુકેશ અંબાણીઅને અનીલ અંબાણી દ્વારા રિલાયન્સકંપનીના બે ભાગ કરવામાં આવ્યા અને બંને ભાઈએ પોતાની રીતે ધંધો કરવા લાગ્યા જે પૈકી મુકેશ અંબાણી હાલના સમયમાં એશિયાના અને દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. જયારે અનીલ અંબાણી ની રિલાયન્સ સમૂહની ઘણી કંપનીઓ હાલમાં ભારે દેવામાં છે જેના કારણે અમુક કંપનીઓની હરાજી પણ થઇ રહી છે.

હાલમાં જ અનીલ અંબાણી ની સ્વામીત્યવળી રિલાયન્સકંપની ની એક કંપનીની નીલામી થતા આ કંપની અનીલ ના હાથમાંથી ચાલી ગઈ છે. જણાવી દઈએ કે આ કંપની નું નામ રિલાયન્સ નેવલ એન્ડ ઇન્જીન્યરીગ લીમીટેડ છે. જેને નીલમ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ કંપનીને જાણીતા ઉદ્યોગ પતિ નીખીલ મર્ચન્ટ અને તેમના ભાગીદારો ની કંપની હેઝલ મર્કેટાઈલ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા નીલામીમાં સૌથી વધુ રૂપિયા ૨૭૦૦ કરોડ ની બોલી લગાવીને ખરીદી લેવામાં આવી છે.

જો વાત રિલાયન્સ નેવલ એન્ડ ઇન્જીન્યરીગ લીમીટેડ અંગે કરીએ તો તેને પીપાવાવ શિપયાર્ડ નામથી પણ ઓળખવામાં આવે છે. જો કે જણાવી દઈએ કે પહેલા રિલાયન્સ નેવલ એન્ડ ઇન્જીન્યરીગ લીમીટેડ નું નામ રિલાયન્સ ડીફેન્સ એન્ડ ઇન્જીન્યરીગ લીમીટેડ હતું જે બાદ અનીલ અંબાણી ની કંપની દ્વારા વર્ષ ૨૦૧૫ માં પીપાવાવ ડીફેન્સ એન્ડ ઓફશોર ઇન્જીન્યરીગ લીમીટેડ ની ખરીદી કરવામાં આવી જે બાદ આ કંપની નું નામ રિલાયન્સ નેવલ એન્ડ ઇન્જીન્યરીગ લીમીટેડ રાખવામાં આવ્યું કે જેની માલિકી હાલમાં અનીલ અંબાણી પાસેથી નીખીલ મર્ચન્ટ પાસે ગઈ છે.

જો કે પીપાવાવ ડીફેન્સ એન્ડ ઓફશોર ઇન્જીન્યરીગ લીમીટેડ પાસેથી વર્ષ ૨૦૧૧ માં જળ સેના દ્વારા ૫ યુધ્પોત પણ ખરીદવામાં આવ્યા હતા. આ સમયે આ કંપનીના માલિક નીખીલ ગાંધી હતા. જો વાત રિલાયન્સ નેવલ એન્ડ ઇન્જીન્યરીગ લીમીટેડ પર જોવા મળતી લોન અંગે કરીએ તો કંપની પર આશરે ૧૨૪૨૯ કરોડ રૂપિયાની જવાબદારી છે. જે પૈકી ભારતીય સ્ટેટ બેંક દ્વારા કંપનીને રૂપિયા ૧૯૬૫ કરોડ અને યુનિયન બેંક ઓફ ઈન્ડયા દ્વારા ૧૫૫૫ કરોડ રૂપિયાની લોન બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *